ખાસ-ખબર ન્યૂઝ નવીદિલ્હી, તા.17
છત્તીસગઢના કાંકેરમાં, બીએસએફએ (BSF) સ્થાનિક પોલીસ અને વિશેષ દળો સાથે મળીને એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ટોચના કમાન્ડર સહિત ઓછામાં ઓછા 29 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા ટોચના નક્સલી કમાન્ડરનું નામ શંકર રાવ હતું, જેના પર ₹25 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ગુપ્ત માહિતીના આધારે BSFએ કાંકેર જિલ્લાના છોટાબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળના 3 જવાનો પણ ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ 29 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે.
- Advertisement -
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની આ અથડામણમાં 7 એકે સિરીઝની રાઇફલ્સ, ઇન્સાસ રાઇફલ્સ અને 3 લાઇટ મશીનગન પણ મળી આવી છે. આ એન્કાઉન્ટર સ્થાનિક પોલીસની સાથે બીએસએફ અને ફોરેસ્ટ રિઝર્વ ગાર્ડ દ્વારા ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવ્યું હતું, જેમાં નક્સલવાદીઓની આખી બટાલિયનને હાર મળી હતી. રિપોર્ટ અનુસાર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડરનું નામ શંકર રાવ જણાવવામાં આવ્યું છે. કાંકેરના એસપી કલ્યાણ અલીસેલાએ કહ્યું છે કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા તમામ 29 લોકો નક્સલવાદી છે. શંકર રાવ 25 લાખનું ઈનામ ધરાવતો નક્સલવાદી હતો. પોલીસે સ્થળ પરથી 7
AK47 રાઈફલ, એક ઈન્સાસ રાઈફલ અને ત્રણ 7AK47 મળી આવ્યા છે. આ સાથે સેલ્ફ લોડિંગ રાઈફલ્સ (SRL), કાર્બાઈન્સ, 303 બોરની રાઈફલ્સ પણ મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવારે બપોરે 1:30 થી 2 વાગ્યાની વચ્ચે બની હતી. આ એન્કાઉન્ટર કાંકરના છોટાબેટીયા પોલીસ સ્ટેશન વિસ્તારના બીનાગુંડા અને કોરોનાર વચ્ચેના હાપટોલા જંગલમાં થયું હતું. ડીઆરજી અને બીએસએફની સંયુક્ત ટીમે નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર કર્યું હતું.
આ એન્કાઉન્ટરમાં ટોચના નક્સલવાદી કમાન્ડર શંકર રાવની (જેના પર 25 લાખનું ઈનામ હતું) સાત મહિલા નક્સલવાદી લલિતા પણ માર્યા ગયા. કાંકેર એસપીએ કહ્યું કે સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. આ અથડામણમાં ઘાયલ થયેલા ત્રણ જવાનોની હાલત સામાન્ય અને ખતરાની બહાર છે. ઘાયલ જવાનોની સારી સારવાર માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ વર્ષના અંત સુધીમાં નક્સલવાદને ખતમ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને, BSFને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે, જેના પરિણામો હવે દેખાઈ રહ્યા છે.