એકવાર રોકાણ કરો અને આજીવન વળતર મેળવો; લોભામણી જાહેરાતમાં ફસાયા બાદ નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
- Advertisement -
શહેરના કરણપરામાં રહેતા વેપારી સહિત અનેક લોકોને પેઢીમાં રોકાણ કરવાના બહાને લાલચ આપી રૂ. 25.44 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા માલિવનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કરણપરામાં રહેતા અને કાંતાસ્ત્રી વિકાસ ગૃહ રોડ પર સેન્ચ્યુરી સેન્ટર નામની બિલ્ડિંગમાં માધુરી ક્રિએશન નામની કપડાની દુકાન ચલાવતા બિજેશભાઈ પ્રવિણચંદ્રભાઈ બોસમીયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે પંકજ વડગામા, સાગર ખુંટી અને ક્રિડિટ બુલ્સ સાથે સંકળાયેલા શખસોના નામો આપ્યા હતા. ફરિયાદનમાં વધુ જણાવ્યું હતું કે ચારેક વર્ષ પહેલા ન્યૂઝ પેપરમાં જાહેરાત આવી હતી જેમાં એક વખત રોકાણ કરો અને બે ટકા માસિક વળતર આજીવન મેળવો તેવું વાંચતાં કોન્ટેકટ કરતા જામનગરના રીઝીયોનલ ઓફિસર પંકજ વડગામા સાથે વાત થયેલ અને તેને સ્કીમ સમજાવેલ અને બે દિવસ પછી રાજકોટ આવુ ત્યારે વધારે સમજાવીશ તેમ કહયા બાદ બે દિવસ પછી નાનામવા સર્કલ પાસે આરકે પ્રાઈમમાં તેની ઓફિસ હોય ત્યા ગયા હતા
ત્યા પંકજની સાથે ઓફિસ સંભાળના સાગર ખુંટી સાથે ઓળખાણ કરાવી હતી અને વાત કર્યા બાદ તેના ખાતામાથી રૂ. 4 લાખનું રોકાણ કર્યુ હતુ. તેના મહિને રૂ. 8 હજાર વળતર જમા થતા હતા ત્યારબાદ તેના મોબાઈલના વોટસએપમાં મેસેજ આવ્યો હતો જેમાં અમે હવે વળતર આપી શકીએ તેમ નથી કારણ કે સેબીએ રોકાણકારોને ફિક્સ રિટર્ન નહી આપવા નોટીસ આપી છે જેથી તેને તપાસ કરતા ક્રેડિટ બુલ્સની ઓફિસે તાળા હોય અને ઓફિસ સંભાળતા સાગરભાઈને ફોન કરતા તેને બધા રોકાણકારોના પૈસા આપી દેવાનું કહયુ હતુ જેમાં મયંકભાઈના 15 લાખ, વિશાલભાઈના 1 લાખ સહિત અલગ- અલગ મળી કુલ રૂ. 25.44 લાખનું રોકાણ કરાવી પરત ન આપી છેતરપિંડી કર્યાનું
જણાવ્યું હતુ.