66 લાખ મળી કુલ દોઢ કરોડની વેરા વસુલાત
ખાસ-ખબર ન્યૂઝ ઈં જૂનાગઢ, તા.22
- Advertisement -
જૂનાગઢ મનપા દ્વારા છેલ્લા દસેક દિવસથી બાકી વેરા વસુલવા તેમજ લાંબા સમયથી વેરો ભરપાઇ ન કરતા આસામીઓની મિલ્કત સીલ કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના ગાયત્રીનગર, મહેશનગર, મોતીબાગ રોડ, જોષીપરા, આંબાવાડી સહિતના વિસ્તારોમાં 17 મિલ્કત સીલ કરવામાં આવી હતી. તેમજ 23 લાખની વસુલાત કરવામાં આવી હતી. જયારે ટીંબાવાડી, જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં વધુ સાત મિલ્કતને સીલ માારવામાં આવ્યુ છે. તેમજ બાકી વેરા પેટે 43 લાખની વસુલાત કરવામાં આવી હતી. આમ અત્યાર સુધીમાં મનપાએ 110થી વધુ મિલ્કત સીલ કરી છે તેમજ દોઢ કરોડથી વધુની બાકી વેરાની રકમ વસુલ કરી છે. હજુ રિકવરી અને મિલ્કત સીલ કરવાની ઝુંબેશ જારી રહેશે.