દીપોત્સવી પર્વે પ્રભુ શ્રીરામના સ્વાગતમાં સોળે શણગાર સર્જશે અયોધ્યા
ખાસ-ખબર સંવાદદાતા
દીપોત્સવ પર્વમાં ભગવાન શ્રીરામના આગમન પર અયોધ્યાનગરીમાં તેમના સ્વાગતની તૈયારી થઈ રહી છે. લેસર શોથી રામ કી પૈડી ઝગમગી ઉઠી છે. દીપોત્સવને ભવ્ય રૂપ આપવા માટે પ્રશાસન અને દીપોત્સવ સાથે જોડાયેલા પર્યટન વિભાગ, માહિતી વિભાગ, સંસ્કૃતિ વિભાગ અને અવધ યુનિ. પોત પોતાના કામોને અંતિમ રૂપ આપવા લાગ્યા છે. માહિતી વિભાગ રામકથા આધારિત ઝાંખીઓનો રથ તૈયાર કરી રહ્યા છે. જેમાં રામકથાના બધા પ્રસંગોને જોડવામાં આવ્યા છે. જેને તૈયાર કરવામાં લગભગ એક ડઝન મુસ્લિમ કારીગર પણ લાગ્યા છે. આ કારીગરો 26 જાન્યુઆરીએ પરેડમાં રથો પર ઝાંખી તૈયાર કરવાનો અનુભવ ધરાવે છે. આ સિવાય પર્યટન વિભા રામકથા આધારિત 7 ઝાંખીઓ તૈયાર કરી રહ્યા છે. આ રીતે કુલ 18 ઝાંખીઓની શોભાયાત્રા નીકળશે. રશિયા, શ્રીલંકા, જનકપુર નેપાળની રામલીલાઓ સાથે જોડાયેલા લગભગ 300 કલાકારો પોતાનું પર્ફોર્મન્સ આપશે. જયારે 22 રાજયોના 1500 લોક કલાકારો અયોધ્યામાં રામકતા પર આધારિત કાર્યક્રમો રજૂ કરશે. 24 લાખ દીપક સરયુ નદીના 51 ઘાટો પર પ્રગટાવશે.