જૂનાગઢ જિલ્લા ચૂંટણી અન્વયે પોલીસની સફળ કામગીરી
ઇંગ્લિશ-દેશી દારૂના 1084 કેસ નોંધાયા
16,776 ગુનેગારો વિરૂઘ્ધ અટકાયતી પગલાં લેવાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ જિલ્લામાં સામાન્ય લોકસભા ચૂંટણી અન્વયે કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાય રહે તે માટે અગમચેતીના ભાગરૂપે ગુનાહિત પ્રવૃતિ અટકે તે માટે જિલ્લા પોલીસ દ્વારા કુલ 23,369 આરોપીઓ વિરૂઘ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા. જૂનાગઢ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પરિસ્થિતી જાળવી રાખવા માટે રેંજ આઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચનાથી એસઓજી તથા ક્રાઇમ બ્રાંચ સહિત જિલ્લાના તમામ પોલીસ અધિકારી દ્વારા તા.16 માર્ચથી રર એપ્રિલ સુધી ખાસ તકેદારીના ભાગરૂપે અલગ-અલગ દિશામાં કડક હાથે કામગીરી કરીને 23 હજારથી વધુ ઇસમોને કાયદાનું ભાન કરાવી ધોરણસરની કાર્યવાહી કરી તેની સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા લોકસભા ચૂંટણીનું મતદાન આગામી 7 મેના રોજ યોજાવાનું છે. ત્યારે જિલ્લા પોલીસ દ્વારા તા.16 માર્ચથી એકશન મોડમાં જોવા મળી રહી છે.
દારૂ-જૂગાર-હથિયાર સહિતની પ્રવૃત્તિ સામે કાર્યવાહી
વિગત આરોપી સંખ્યા
દેશી દારૂના કેસો (દેશી લીટર 3624 કિં.રૂ.72,480
ઇંગ્લીશ દારૂ બોટલ નં. 3827 કિં રૂ.5,96,189 – 1084
દારૂની પ્રવૃતિ કરતા પ્રોહી. બુટલેગર પર કરેલ રેઇડની સંખ્યા- 1384
ગુનેગારો વિરૂઘ્ધ લિધેલ અટકાયતી પગલા- 16,746
ગેરકાયદેસર હથિયાર ચપ્પુ, છરી, રખડતા ઇસમો વિરૂઘ્ધ લિધેલ પગલા 135 મુજબ- 58
દારૂ પી ને વાહન ચલાવતા ઇસમો વિરૂઘ્ધ લીધેલ પગલા 185 મુજબ- 68
નંબર પ્લેટ, લાયસન્સ, આરટીઓ કાગળ વગર ચલાવતા વાહનો વિરૂઘ્ધ પગલા- 277
જુગાર રમતા જુગાર રમાડતા કેસો- 34
માથાભારે ઇસમોને જિલ્લા બહાર તડીપર કરેલની સંખ્યા- 61
માથાભારે ઇસમોને પાસા હેઠળ કરેલ કાર્યવાહીની સંખ્યા- 60
દારૂની પ્રવૃતિ કરતા ઇસમો વિરૂઘ્ધ લેવામાં આવેલ પગલા પ્રોહિ.93 મુજબ- 1,863
નામદાર કોર્ટમાંથી આવેલ બિન જામીન લાયક કુલ બજેલ વોરંટની સંખ્યા- 1,754
ગેરકાયદેસર હથિયાર (બંદુક, તમંચો, રિવોલ્વર) અંગેના કેસો- 03
ચૂંટણી અંગે જાહેરનામાના ભંગ કરતા કેસો 3(આરોપીની સંખ્યા)- 13
કુલ- 23,369
- Advertisement -