ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાના મવા રોડ પર ભીમનગર સર્કલ ખાતે બનાવવામાં આવેલ આવાસ યોજનાના શોપિંગ સેન્ટરની દુકાનોની જાહેર હરરાજી તા. 28ના રોજ સવારે 9 કલાકે કરવામાં આવશે. નાના મવા રોડ ભીમનગર સર્કલ પાસે હેવલોક એપાર્ટમેન્ટ સામે ટોટલ 23 દુકાનોની હરરાજી થશે. આ દુકાનો 13.06 ચો.મી.થી 24.44 ચો.મી. સુધીની સાઈઝની દુકાનો છે. દુકાનોની અપસેટ કિંમત રૂા. 18 લાખથી રૂા. 33 લાખ સુધીની છે. હરરાજીમાં ભાગ લેવા માંગતા વ્યક્તિઓએ હરરાજીની તારીખના આગળના દિવસ સુધીમાં એસ્ટેટ વિભાગમાં અથવા હરરાજીના દિવસે સ્થળ પર રૂા. 2,00,000 રાજકોટ મહાનગરપાલિકાના નામના ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી ડીપોઝીટ તરીકે ભરવાના રહેશે. ડિપોઝીટ ભરનાર ઈસમ જ હરરાજીમાં ભાગ લઈ શકશે. દુકાનોની અપસેટ કિંમત અને હરરાજીની શરતો વેબસાઈટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પરથી અથવા એસ્ટેટ વિભાગ રૂમ નં. 10, ત્રીજો માળ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ ફોન 0281-2222540 ખાતેથી રૂબરૂ મળી શકશે.