સરકારના ‘મનઘડત’ પરિપત્ર જેવી જ શ્ર્વાન ગણતરી
અર્બન ઙઇંઈ સંકુલમાં એકે’ય શ્ર્વાન દેખાયા નહીં, સૌથી વધુ 5 સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 11 કૂતરાંનો અડિંગો
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનેક શ્વાનો આટાફેરા મારી રહ્યા છે છતાં સરકારને ‘નીલ’ રીપોર્ટ મોકલતા આશ્ર્ચર્ય સર્જાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રખડતા શ્વાનની ગણતરી કરવા માટે વધુ એક વિવાદિત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા રખડતા પાનના કેસ અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને, સરકાર સચોટ ડેટા એકત્રિત કરવા માંગે છે, એવું દર્શાવીને આરોગ્ય કમિશનરે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પ્રાથમિક, આરોગ્ય કેન્દ્ર (પીએચસી) અને સમુદાય આરોગ્ય કેન્દ્ર (સીએચસી)ના પરિસરમાં રહેલા શ્વાનની ગણતરી કરવાની જવાબદારી આરોગ્ય સ્ટાફને સોંપીને 3 માર્ચને સોમવાર સુધીમાં વિગતવાર રીપોર્ટ આપવા આદેશ કર્યો હતો. જે પ્રમાણે રાજકોટ જિલ્લામાં 84 આરોગ્ય સંસ્થામાં ફક્ત 23 શ્વાન છે. જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ’નીલ’ રિપોર્ટ બતાવતા મોટું આશ્ચર્ય સજાયું છે.
રાજકોટ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રોના પરિસરમાં રખડતા શ્વાનોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારના આદેશ બાદ કરવામાં આવેલી આ તપાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં શ્વાનોનો જમાવડો વધુ જોવા મળ્યો છે. આ શ્વાન ગણતરી દરમિયાન જિલ્લાના કુલ 84 આરોગ્ય કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં સામ્ય વિસ્તારોમાં આવેલા 55 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પાંચ શ્વાન અને 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સાત શ્વાન હોવાનું નોંધવામાં આવ્યું હતું. આ સાથે નગરીય વિસ્તારમાં આવેલી પાંચ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોના સંકુલમાં 11 કૂતરાંનો વસવાટ છે. જો કે, 12 અર્બન(શહેરી) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એક એક પણ શ્વાન નોંધાયો નથી, જેની પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી અને તંત્ર પરિસર કારણભૂત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સૌના આશ્ચર્ય વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પરિસરથી લઈને વોર્ડ સુધી શ્વાનોનાં મોટાફેરા ચાલુ હોવાની બાબતે જ સરકારને વિવાદિત પરિષત્ર કરવા મજબૂર કરી, પણ અહીં જ કૃતરાની સંખ્યા ’શુન્ય’ હોવાનું સત્તાવાર સુત્રોએ જાહેર કર્યું છે, એટલે એવો જલોલમલોલ રિપોર્ટ પણ સરકારને મોકલવામાં આવ્યાનું ફલિત થવાથી દરરોજ આવતા સેંકડો દર્દીઓ અને પરિવારજનોમાં કચવાટ પ્રસર્યો છે. વાસ્તવિકતા એ છે કે, આજે પણ સિવિલ હોસ્પિટલમાં મુખ્ય ગેઈટથી લઈને ઈમરજન્સી વિભાગ અને દર્દીઓના બેડ સુધી આંટાફેરા કરતા શ્વાન જોવા મળે છે. વળી, તેમાં જનાના હોસ્પિટલ અને પદ્મકુંવાળા હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. જેથી આંકડા છુપાવવાની રમત વચ્ચે આખા સર્વેની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થાય છે. આરોગ્ય તંત્ર દ્વારા જ શ્વાનોના આંકડા છૂપાવવામાં આવશે, તો ખસીકરણ અને રસીકરણ જેવી સુરક્ષાની કામગીરી કેવી રીતે થશે? એવો સવાલ ઉઠ્યો છે.
- Advertisement -
એઈમ્સ જેવી શહેરથી દૂરની આરોગ્ય સંસ્થા ભૂલાઈ ગઈ !
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા મહાનગરથી માંડીને નાનકડાં ગામડાં સુધીના આરોગ્ય કેન્દ્રો આદેશ અને હોસ્પિટલોને શ્ર્વાનોની ગણતરી કરવા આપતો પરિપત્ર જારી કરવામાં આવ્યાં પણ એમાં રાજકોટ શહેરથી ઘણી દૂર આવેલી રાજકોટની એકમાત્ર એઈમ્સ હોસ્પિટલને જ ભૂલી જવાઈ છે. અહીં પણ કુંતરાંનો ઘણો ત્રાસ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલનના અભાવે આમ પણ હંમેશા એઈમ્સમાં ખુબ જ મહત્વના આરોગ્યલક્ષી પ્રશ્ર્નો ગુંચવાતા રહ્યા છે.
રાજકોટ જિલ્લાનાં આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં શ્ર્વાનોના આંકડાં
આરોગ્ય સંસ્થા સંખ્યા શ્ર્વાન
પીએચસી 55 05
સીએચસી 12 07
યુપીએસસી 12 00
આરોગ્ય સંસ્થા સંખ્યા શ્ર્વાન
સબ-ડિસ્ટ્ર્રિ.હોસ્પિ 05 11
સિવિલ હોસ્પિટલ 1 0
કુલ 85 23



