ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. ધો.10 અને 12 બન્નેમાં થઈને 225, વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને ગંભીર ગુનામાં ઝડપાયેલા 5 વિદ્યાર્થીઓનું પરીણામ રદ કરી દેવામાં આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષામાં 538 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા, જેમાંથી 203 વિદ્યાર્થીઓને સીસીટીવી ચકાસણીના આધારે દોષમૂકત કરી દેવામાં આવ્યા છે. આ સિવાય 204 વિદ્યાર્થીઓને જે તે વિષય બાકાત રાખી પુરક પરીક્ષાને પાત્ર ઠેરવાયા છે
- Advertisement -
જયારે 3 વિદ્યાર્થીઓ એવા છે જે જેમનું સમગ્ર પરિણામ રદ કરી દેવામાં આવ્યું છે. જોકે 5 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ મોબાઈલ લઈને પરીક્ષામાં બેઠા હતા. અથવા ડમી ઉમેદવાર બેસાડયા હતા, તેઓ બે વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 238 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા જેમાંથી સીસીટીવીના આધારે 22 વિદ્યાર્થીઓનો, દોષમુકત કરાયા છે.