ખાસ-ખબર ન્યૂઝ હળવદ, તા.22
હળવદ, વાંકાનેરમાં તંત્ર એલર્ટ બન્યું, 6.14 કરોડનો દંડ ફટકાર્યો. મોરબી મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નદી વિસ્તારમાં મોટા પાયે રેતી અને ખનીજ સંપદાની ચોરી થતી રહે છે.
- Advertisement -
ભૂમાફિયાઓને જાણે કોઈની બીક ન હોય તેમ આડેધડ ચોરી કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી રહ્યા છે. જિલ્લામાં વધી રહેલી ખનીજ ચોરી પર અંકુશ લાવવા મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા એક્શન લઇ એક વર્ષમાં રૂ 223 જેટલા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી રૂ 6.14 કરોડનો દંડ વસુલ કર્યો હતો સાથે સાથે નોંધાયેલી ખાણની રોયલ્ટી પેટે રૂ 32.32 કરોડનો દંડ ફટકાર્યો હતો. મોરબી જિલ્લામાંથી પસાર થતી નદીઓ તેમજ અલગ અલગ વિસ્તારમાં આવેલા ખાણ વિસ્તારમાં મોટા પાયે ખનીજ સંપદા રહેલી છે.
મોરબી જિલ્લામાં નોંધાયેલી કવોરી લીઝની સંખ્યા 385 ઉપરાંત છે જેનાથી સરકારને વર્ષ 32.32 કરોડની રાજ્ય સરકારને આવક થઇ છે.જેની સામે અગાઉ વર્ષ 2022 -23 માં 29.28 કરોડ થઇ હતી વર્ષ દરમિયાન સરકારની તિજોરીમાં 20 ટકાનો વધારો થયો છે. જો કે આ સંપતિ પર કેટલાય ભૂમાફિયાની કાળી નજર રહે છે અને યેનકેન રીતે તેની ચોરી કરવામાં આવતી હોય છે જેના કારણે હળવદ વાંકાનેર સહિત મોરબી જિલ્લામાં રેતી અને માટી ચોરીનું કારસ્તાન મોટા પાયે ફૂલ્યું છે આ ઉપરાંત સિરામિક ફેક્ટરીઓમાં ઉપયોગમાં લેવાતી અમુક માટી અન્ય જિલ્લામાંથી પણ ચોરી કરીને લાવવામાં આવતી હોવાની ફરિયાદ વચ્ચે જિલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા સક્રિય ભૂમિકા ભજવી હતી અને ગેરકાયદે ખનીજ ચોરી કરતા તત્વો પર જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી જગદીશ વાઢેરની સીધી દેખરેખ હેઠળ આવા તત્વો સામે ધોંસ બોલાવવામાં આવી છે અને ગેર કાયદેસર ખનીજ વહન કરતા ખનીજ ચોરોને પકડી પાડ્યા હતા અને 223 જેટલા કેસ કરી તેમની પાસેથી રૂ 6.14 કરોડનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત 9 કેસમાં ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવતા હાલ આ કેસમાં કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે.