તેરા તુજકો અર્પણ, પોલીસ પ્રજાની મિત્ર સાર્થક કર્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના અનુસાર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અરજદારો સાથે પોલીસ પ્રજાની મિત્રના સૂત્ર ને સાર્થક કરી બને તેટલી મદદ કરવા સૂચન મળતા ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.કે.પરમાર અને પીએસઆઇ વાઈ.એન. સોલંકી અને તેમની ટિમ દ્વારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ, ચોરાયેલ કેબલ અને બાઈક સહીત કુલ રૂપિયા 7.90 લાખનો મુદામાલ મૂળ માલિકને પરત કર્યો હતો.
- Advertisement -
પોલીસે જણાવ્યા અનુસાર તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત એ.ડિવિઝન વિસ્તાર માંથી ગુમ અથવા ખોવાયેલ કુલ 22 મોબાઈલ જેની કિમંત રૂપિયા 5,59,263 તેમજ ઘરફોડ ચોરીમાં ચોરાયેલ કેબલો રૂપિયા 96,000 અને એક વ્યક્તિ બાઈક લઇ ગયા બાદ પરત નહિ આપતા તેને શોધી રૂપિયા 1.35 લાખનું બાઈક મળી કુલ રૂ.7,90,263 નો મુદામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો અરજદારોને તેની કિંમતી ચીજવસ્તુ મળી જતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.



