ફ્લેટમાં નાખેલા ફાયર સ્ટેફટીના સાધનો બંધ, ટાકામાં પૂરતું પાણી નહતું એટલે લાખોનું નુકસાન થયું : ફ્લેટધારક
મંદિરમાંથી પ્રસરેલી આગે સોફા, ડાઇનિંગ ટેબલ, ટી.વી. એ.સી., પાણીનું ફિલ્ટર, પંખા, દરવાજો વગેરેને ઝપટે લઈ લીધા
- Advertisement -
ફાયર સ્ટેફટીની સુવિધા હોતી તો લાખોનું નુકસાન અટકાવી શકાતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે આવેલા ઓસ્કાર સ્કાયપાર્કના એક ફ્લેટમાં આગ લાગતા 22 લાખનું નુકસાન થયું છે. આ ઘટના પાછળ ફ્લેટધારકે દોષનો ટોપલો બિલ્ડર અને કોન્ટ્રાક્ટ એજન્સી પર ઢોળ્યો છે કારણે આગ લાગ બાદ ફ્લેટમાં મૂકવામાં આવેલા ફાયર સેફટીના સાધનો ચાલુ હાલતમાં નહતા. જો ફાયર સેફટીના સાધનો ચાલુ હાલતમાં હોતા તો લાખોનું નુકસાન થતું બચાવી શકાતું હોતું.
- Advertisement -
બનાવની વિગત અનુસાર ઓસ્કાર સ્કાયપાર્કના પાંચમાં માળે એજ ફ્લેટમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગ વિકરાળ બનતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળ્યો હતો. ફ્લેટમાં લાગેલી આગના કારણે ઈલેક્ટ્રીક વસ્તુઓ, ફર્નિચર, પીઓપી અને ઘરવખરી બળીને ખાખ થઈ જતાં રૂા. 22 લાખનું નુક્શાન થયાનું ફ્લેટના માલીકે ખાસ-ખબરને જણાવ્યું હતું. ઓસ્કાર સ્કાયપાર્કના બ્લોક નંબર સી-4/502 નામના ફ્લેટમાં ગઈકાલે સવારે 11 વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે ફ્લેટ ધારકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતાં. આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા રામાપીર ફાયર સ્ટેશનનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
બનાવ સ્થળે મકાન માલીક મીતેશભાઈ વશંત હાજર હોય તેમણે જણાવ્યું હતું કે, તેઓએ સવારે મંદિરમાં દિવાબત્તી કરતા તેની જાળ મંદિરમાં લગાવેલી લાઈટીંગમાં અડી જતાં સોર્ટસર્કીટ થઈ હતી જેથી મંદિરની બાજુમાં આવેલી એસીની સ્વીચમાં સોર્ટ સર્કીટ થતા આગ પ્રસરી હતી અને ધીમેધીમે કરતા સમગ્ર ફ્લેટને ઝપેટમાં લઈ લીધો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓસ્કાર સ્કાયપાર્કમાં લગાવેલા ફાયર ઈસ્ટ્રુમેન્ટ એક્સપાયર થઈ ગયા હોય અને પાણીના ટાંકામાં પૂરતું પાણી ન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના કારણે ફ્લેટમાં રહેલ ઈલેક્ટ્રીક વસ્તુઓ જેવી કે ટીવી એસી, પંખા, ગ્રિઝર, ઉપરાંત પીઓપી, ફર્નિચર અને ઘર વખરી મળી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ જતાં અંદાજે રૂા. 22 લાખનું નુક્શાન થયાનું તેમણે જણાવ્યું હતું.