ખાસ-ખબર સંવાદદાતા
દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર રિકવરીને પરિણામે ધિરાણ માગમાં જોરદાર વધારો થઈ રહ્યાનું ગયા નાણાં વર્ષના આંકડા પરથી જણાઈ રહ્યું છે. બેન્કિંગ ઉદ્યોગ ઉપરાંત, માઈક્રોફાઈનાન્સ સંસ્થાઓમાં પણ ગયા નાણાં વર્ષમાં મજબૂત ધિરાણ વૃદ્ધિ જોવા મળી છે.
દેશના દક્ષિણ, ઈશાન તથા પૂર્વના વિસ્તારોમાં માઈક્રોફાઈનાન્સ કંપનીઓ વધુ કાર્યરત હોવાનું જોવા મળે છે. નાણાં વર્ષ 2022-23માં માઈક્રોફાઈનાન્સ લોન પોર્ટફોલિઓ 22 ટકા વધી રૂપિયા 3.48 લાખ કરોડ પર પહોંચ્યો હતો.
- Advertisement -
ગ્રોસ લોન પોર્ટફોલિઓ 31મી માર્ચ 2022ના અંતે રૂપિયા 2.85 લાખ કરોડ રહ્યો હતો. ગયા નાણાં વર્ષમાં માઈક્રોફાઈનાન્સ લોન વિતરણ 23 ટકા વધી રૂપિયા 2,96,423 કરોડ રહ્યું હતું જે નાણાં વર્ષ 2022માં રૂપિયા 2,39,433 કરોડ રહ્યું હતું.



