824 ઉમેદવારોની સ્વિમિંગ, ડીપ ડ્રાઇવિંગ, રસા ચડવા સહિતની કસોટી લેવાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મનપાનાં ફાયર વિભાગમાં ઇતિહાસની સૌથી મોટી ભરતીની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. જેમાં 247 ફાયર ઓપરેટરની ભરતી માટે 2147 અરજીઓ આવી હતી. આ તમામ ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટનું આયોજન તા. 4થી 8 ડિસેમ્બર એમ પાંચ દિવસ સુધી કરવામાં આવ્યું હતું. આજે છેલ્લા દિવસ સુધીમાં કુલ 824 ઉમેદવારોની સ્વિમિંગ, ડીપ ડ્રાઇવિંગ, રસા ચડવા, દોડવાની તેમજ ડ્રાઇવિંગ સહિતની કસોટીઓ લેવામાં આવી હતી. આ પૈકી આગામી દિવસોમાં 247 ફાયર ઓપરેટરોની નિમણૂક કરવામાં આવશે.
- Advertisement -
પ્રાપ્ત વિગત મુજબ, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાનાં ઇતિહાસની સૌથી મોટી 450 જેટલા ઉમેદવારોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 247 ફાયર ઓપરેટરોની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવતા મનપાને કુલ 2147 અરજી મળી હતી. ગત તારીખ 4 ડિસેમ્બરથી આ ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટ કોઠારીયા રોડ સ્વિમિંગ પુલ ખાતે લેવામાં આવી રહી હતી. આજે છેલ્લા દિવસે પણ 150 કરતા વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી હતી. આ પૈકી સારો દેખાવ કરનારા 247 ઉમેદવારોને મનપા ફાયર વિભાગમાં ઓપરેટર તરીકે નિમણૂક આપવામાં આવશે. ત્યાર બાદ અન્ય પોસ્ટ માટેની ભરતીઓ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આ પૈકીના ઉમેદવારોને સૌપ્રથમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જેમાં બધું યોગ્ય જણાશે તો તેવા ઉમેદવારને ફાયર ઓપરેટર તરીકે નિમણૂક આપવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ભરતીની આ સંપૂર્ણ પ્રક્રિયા રાજ્ય સરકારનાં ધારાધોરણ મુજબ કરવામાં આવી રહી છે. જેમાં કોઈપણ પ્રકારની કચાશ રહે નહીં તેના માટે જુદા-જુદા વિભાગના 50 કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા હતા. તેમજ સીસીટીવી દ્વારા પણ આ કામગીરીનું સતત નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.
824 ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી
મનપાનાં ડે. કમિશ્નર સ્વપ્નિલ ખેરનાં જણાવ્યા મુજબ ફાયર વિભાગને વધુ મજબૂત કરવાં માટે ઇતિહાસની સૌથી મોટી ભરતી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પાંચ દિવસ દરમિયાન કુલ 824 ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં મનપાના અલગ અલગ વિભાગના 50 જેટલા સ્ટાફ અને સીસીટીવી કેમેરા વડે ભરતીનું નિરીક્ષણ કરાયું હતું. તેમજ તમામ ઉમેદવારોની સ્વિમિંગ, ડીપ ડ્રાઇવિંગ, રસા ચડવાની ઉપરાંત દોડવા સહિતની કસોટી લેવામાં આવી હતી. એટલું જ નહીં સાંજના સમયે આરટીઓ અધિકારીની હાજરીમાં તેની ડ્રાઇવિંગ ટેસ્ટ પણ લેવામાં આવી હતી.
- Advertisement -