ખઙમાં પારો 2.7 ડિગ્રી, ધુમ્મસને કારણે 12 ટ્રેનો મોડી: રાજસ્થાનના 23 જિલ્લામાં ધુમ્મસ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પહાડો પર હિમવર્ષાના કારણે મેદાની રાજ્યોમાં ઠંડી વધી ગઈ છે. રાજસ્થાનના 4 શહેરોનું લઘુત્તમ તાપમાન બુધવારે 5 ડિગ્રીથી નીચે રહ્યું. ગુરુવારે 23 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. 25 જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં ગઈ રાત્રે શહડોલનું કલ્યાણપુર સૌથી ઠંડું રહ્યું. અહીં લઘુત્તમ તાપમાન 2.7 ડિગ્રીએ પહોંચી ગયું. સીહોર, છિંદવાડા, મુરૈનામાં છોડ પર ઝાકળના ટીપાં જામી ગયાં. ધુમ્મસના કારણે દિલ્હીથી ખઙ આવતી એક ડઝનથી વધુ ટ્રેનો રોજ 2 થી 6 કલાક મોડી પડી રહી છે.
ઉત્તરાખંડના 3 શહેરોનું તાપમાન -21 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. આમાં પિથોરાગઢનું આદિ કૈલાશ, રુદ્રપ્રયાગનું કેદારનાથ અને ઉત્તરકાશીનું યમુનોત્રી ધામ સામેલ છે.
બીજી તરફ ઉત્તર પ્રદેશમાં વારાણસી-મેરઠ અને ઝાંસી સહિત 38 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ છે. લખનઉ-કાનપુર સહિત 26 જિલ્લાઓમાં કોલ્ડ ડે રહેશે.
બિહારના 37 જિલ્લાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. 4.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ભાગલપુર સૌથી ઠંડો જિલ્લો રહ્યો. સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું હોવાથી વિઝિબિલિટી ઘણી ઓછી છે. ધુમ્મસના કારણે પટના એરપોર્ટ પરથી બુધવારે ઇન્ડિગોની પાંચ જોડી ફ્લાઇટ રદ થઈ ગઈ, જ્યારે 11 જોડી મોડી પડી.
રાજસ્થાનના 23 જિલ્લામાં ધુમ્મસ અને શીતલહેરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઠંડીના કારણે રાજ્યના 26 જિલ્લામાં ગુરુવારે પણ શાળાઓમાં રજા રહેશે. જોધપુરની સરકારી અને ખાનગી શાળાઓનો સમય સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. રાજ્યમાં શેખાવટી કરતાં જયપુરમાં વધુ ઠંડી છે.



