ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને જૂનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ (ગઉઙજ) એક્ટ હેઠળના ગુનાઓમાં જપ્ત કરાયેલા મોટા જથ્થાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના કુલ 21 કેસોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. આ તમામ કેસોમાં નામદાર કોર્ટ દ્વારા ઇન્વેન્ટરી કરાવીને મુદ્દામાલ નાશ કરવા માટે મંજૂરી આપવામાં આવેલ હતી. જૂનાગઢ જઘૠ દ્વારા આ મુદ્દામાલનો નાશ ’સૌરાષ્ટ્ર એન્વીરો પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ’, કટારીયા, તા. ભચાઉ, જી. કચ્છ ખાતે કરવામાં આવ્યો હતો. જઘૠ જૂનાગઢના પોલીસ ઇન્સ. જે.જે. પટેલ અને સ્ટાફના સતત પ્રયત્નોથી ગાંજો મેફેડ્રોન ડ્રગ્સ, ચરસ અને પોશડોડા જે કુલ 437.635 કી.ગ્રા. જેની કુલ કિમંત રૂપિયા 26,01,035 ની કિંમતના માદક પદાર્થોના જથ્થાનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો, જે ડ્રગ્સ મુક્ત સમાજ તરફનું એક મહત્વનું પગલું છે.