બેંકોમાં સવારથી ભીડ જામી: બજારોમાં લેવડ-દેવડ અટકી: પેટ્રોલ પંપો પર લાઈનો લાગી
રિઝર્વ બેંકની 2000ની નોટ અંગેની જાહેરાત બાદ દેશભરમાં મચી અફડા-તફડી વેપારીઓએ 2000ની નોટ લેવાનો ઇન્કાર કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
બેંકોમાં 2000ની નોટ પરત આપવાનો પરિપત્ર જાહેર થયા બાદ ગઇકાલે સાંજે દિલ્હીના બજારોમાં અરાજકતા જોવા મળી હતી. સ્થિતિ એવી હતી કે લોકો દરેક દુકાનમાં 2000ની નોટો સાથે ભીડ કરવા લાગ્યા. જેના કારણે પરેશાન વેપારીઓએ 2000ની નોટ લેવાની ના પાડી દીધી હતી. તે જ સમયે, ઘણા મોટા ઉદ્યોગપતિઓને કરોડોની ચૂકવણી અટકી ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે 2000ની નોટ બંધ કરવાના નિર્ણયને કારણે ફરી એકવાર મંદીનો સામનો કરવો પડશે. મોટા ઉદ્યોગપતિઓ તેનાથી વધુ પ્રભાવિત થશે. 2000ની નોટ બંધ થવાના સમાચાર આવતા જ રાત્રે 8 વાગ્યા પછી બજારોમાં ભીડ વધવા લાગી. લોકો સામાન ખરીદવા માટે બે હજારની નોટ લઈને પહોંચવા લાગ્યા છે. કેટલાક દુકાનદારો બદલી રહ્યા છે અને કેટલાક ના પાડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 23 મેથી લોકો 2000ની નોટ બદલી શકશે. તેની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર સુધી આપવામાં આવી છે. આજે સવારે અનેક બેંકોમાં નોટો બદલાવવા લાઇનો જોવા મળી હતી.
રૂપિયા 1000ની નોટ પાછી આવશે!
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગઈકાલે સાંજે રૂપિયા 2000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ફરી વખત નવેસરથી રૂપિયા 1000ની નોટ દાખલ કરવામાં આવે તેવી શકયતા છે. કેન્દ્ર સરકારના માહિતગાર સુત્રોએ કહ્યું કે 2016માં રૂા.500 અને 1000ની નોટ રદ્દ કરવામાં આવી હતી ત્યારબાદ ફરી 500ની નવી નોટ દાખલ થઇ હતી. હવે 2000ની નોટ સકર્યુલેશનમાંથી પાછી ખેંચવાનું જાહેર કરવામાં આવ્યું છે અને તેના સ્થાને રૂપિયા 1000ની નવી નોટ ફરી દાખલ કરવામાં આવે તેવી શકયતા છે. 2000ની નોટ સકર્યુલેશનમાંથી પાછી ખેંચવાના નિર્ણયના દેશભરમાં તિવ્ર પ્રત્યાઘાતો પડ્યા જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જોકે 2016ની પરિસ્થિતિનું પુનરાવર્તન રોકવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો છે અને વિવિધ વિકલ્પો પણ આપવામાં આવ્યા હોવા છતાં જુદા-જુદા તર્ક વિતર્કો વ્યકત થયા છે અને બજારોમાં પણ અફડા-તફડી મચી ગઈ છે.
- Advertisement -
જેમની પાસે બેંક ખાતું નથી, તેઓ 2000 રૂપિયાની નોટ ક્યાં અને કેવી રીતે બદલી શકશે?
છઇઈંએ કહ્યું કે 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં 2000 રૂપિયાની નોટ છે, તેમણે તેને બેંકમાંથી બદલી આપવી પડશે. આ માટે 23 મેથી 30 સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. એટલે કે હવે બેંકો ગ્રાહકોને નવી 2000ની નોટ નહીં આપે. હવે સવાલ એ છે કે શું કોઈપણ ગ્રાહક એ જ બેંકમાંથી 2000 રૂપિયાની નોટ બદલી શકે છે જેમાં તેનું ખાતું છે? રિઝર્વ બેંકે સ્પષ્ટ કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. એટલે કે બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. રિઝર્વ બેંકે એમ પણ કહ્યું છે કે નોટ બદલવાની સુવિધા મફતમાં મળશે. ભારતીય રિઝર્વ બેંકે ‘કલીન નોટ પોલિસી’ હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
127 દિવસમાં એક વ્યક્તિ કુલ 26 લાખ રૂપિયા જ બદલી શકાશે
ફરી એકવાર કાળું નાણું મોટા પાયે બહાર આવવાની આશા છે
ખાસ-ખબર સંવાદદાતા
જો તમે 2000 રૂપિયાની ગુલાબી નોટ બદલવા માંગો છો, તો તમે તમારા બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકો છો. અથવા તમે કોઈપણ બેંકમાં જઈને 2000 રૂપિયાની નોટ બદલાવી શકો છો. આરબીઆઇ અનુસાર, 23 મે, 2023થી તમે બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા અથવા બદલી શકો છો અને આ કામ તમે 30 સપ્ટેમ્બર સુધી જ કરી શકશો. પરંતુ આરબીઆઈએ તેના પર એક મર્યાદા પણ લગાવી છે કે ગ્રાહકો એક દિવસમાં 20 હજાર રૂપિયાની હદ સુધી જ બેંકમાં 2000ની ગુલાબી નોટ જમા અથવા બદલી શકશે.
આરબીઆઈનું કહેવું છે કે 23 મે 2023થી 30 સપ્ટેમ્બર 2023 સુધી એક દિવસમાં માત્ર 20000 હજાર રૂપિયા જ જમા કે બદલી શકાશે.સામાન્ય લોકોને 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવા માટે માત્ર 127 દિવસનો સમય મળશે. આ દરમિયાન તમામ લોકોએ પોતાનું આખું કામ પૂરું કરવું પડશે. એટલે કે 127 દિવસમાં દરેક ગ્રાહક માત્ર 2540000 રૂપિયા જમા અથવા એક્સચેન્જ કરી શકશે.