જંગી બજેટ છતાં આવી ભંગાર સીરીઝ કેમ બની
ખાસ-ખબર સંવાદદાતા
પ્રિયંકા ચોપરાની વેબ સીરીઝ ’સિટાડેલ’ને સારા વ્યૂ પણ નથી મળ્યા કે કોઈએ તેને સારા રિવ્યૂ પણ નથી આપ્યા. આટલી નબળી સીરીઝ બનાવવા બદલ અમેઝોન કંપનીના સીઈઓએ આ સીરીઝના સર્જકો પર પસ્તાળ પાડી છે અને સીરીઝ માટેનું બે હજાર કરોડનું બજેટ ક્યાં કેવી રીતે વાપર્યું તેનો પાઈએ પાઈનો હિસાબ માગ્યો છે. પ્રિયંકા ચોપરા તથા રિચર્ડ મેડનની સીરીઝ બહુ ધૂમધડાકા વચ્ચે રજૂ થઈ હતી. તેનો ભારે પ્રચાર કરવામાં આવ્યો હતો. પરંતુ, લોકોએ આ સીરીઝન ભારે કંટાળાજનક ગણાવી છે.
- Advertisement -
અમેઝોનની સીઈઓ એન્જી જેસીએ આ મુદ્દે સીરીઝના સર્જકોને આકરો ઠપકો આપ્યો છે અને આટલું જંગી બજેટ હોવા છતાં પણ સમગ્ર સીરીઝ આટલી ખરાબ કેમ બની તે અંગે ખુલાસો પૂછ્યો છે. દરેક એપિસોડ પાછળ આશરે 160 કરોડનો ખર્ચ થયાનું કહેવાય છે. પરંતુ, એક પણ એપિસોડ જોતાં આટલો ખર્ચ લેખે લાગ્યો હોય તેવું જણાયું નથી.