50%થી વધુ યુવાનોના આપઘાતના બનાવો ચિંતાજનક
આજીડેમ પોલીસ મથકના વિસ્તારમાં વધુ લોકોએ જીવન ટૂંકાવી લીધા
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
- Advertisement -
રાજકોટમાં છ માસમાં 200થી વધુ લોકોએ આત્મહત્યાઓ કરી લીધી છે. આર્થીક ભીંસ, સામાજીક અસુરક્ષા, ડર, વ્યાજના ચકકરમાં ફસાયા સહિતના કારણોથી લોકોએ જીવ દિધા હોવાનુ બહાર આવ્યુ છે. જેમા 50 ટકાથી વધુ યુવાનોએ જીવન ટુંકાવી લીધાનુ બહાર આવ્યુ હોય જે ચિંતાજનક છે. રાજકોટમાં આર્થીક સંકડામણ, વ્યાજખોરોના ત્રાસ સહિતના કારણે પરીવારોએ આધાર સ્થંભો
ગુમાવ્યા છે. રાજકોટમાં એરપોર્ટ પોલીસ વિસ્તારમાં સૌથી ઓછા અને આજીડેમ પોલીસ વિસ્તારો સૌથી વધુ લોકોના આત્મહત્યાના બનાવો વધુ બનાવો બહાર આવ્યા છે. રાજયમાં છેલ્લા ત્રણેક વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ આપધાત કરી લીધા હોય જેમા રાજકોટમાં 1400થી વધુ લોકોએ જીવન ટુંકાવી લીધાના બનાવો પોલીસ ચોપડે ચડી ચુકયા છે. અસંગઠીત શ્રેત્રમાં શ્રમીકોની સ્થિતી નાજુક હોય બનાવો વધુ હોવાનુ બહાર આવ્યુ હતુ. તેમજ રાજકોટમાં યુવાનો અને વિધાર્થીઓ પણ જીવન ટુંકાવ્યાના બનાવો બન્યા હોય જે ચિંતાજનક છે.
રાજકોટમાં છ માસમાં 100થી વધુ યુવાનોએ આપઘાત કર્યા
રાજકોટમાં છેલ્લા છ માસમાં 200 લોકોઅ આત્મહત્યાઓ કરી છે જેમા 100 થી વધુ યુવાનોએ જીવન ટુંકાવી લીધા છે જે ચિંતાજનક છે. છ માસમાં 11 થી 20 વર્ષના 35, તેમજ 21થી 40 વર્ષના 104 યુવાનો,41 થી 50 વર્ષીય 26 અને 51 થી 60 વર્ષીય 19 લોકો તેમજ 61થી 70 વર્ષીયના 13 અને 70થી 90 વર્ષીય 6 લોકોએ જીવન ટૂંકાવી લીધા છે.
રાજકોટમાં પોલીસ મથકમાં આપઘાતના બનાવો બન્યા
એડિવીઝન પોલીસ – 12
આજીડેમ પોલીસ – 33
યુનીવર્સિટી પોલીસ – 28
ગાંધીગ્રામ પોલીસ – 20
બીડવીઝન પોલીસ – 16
માલવીયાનગર પોલીસ – 15
ભક્તિનગર પોલીસ – 15
તાલુકા પોલીસ – 20
થોરાળા પોલીસ – 14
પ્રનગર પોલીસ – 07
કુવાડવા પોલીસ – 17
એરપોર્ટ પોલીસ – 03