અવરોધો દૂર થતાં હાઇવે નિર્માણની કામગીરી ઝડપી બનશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન મુજબ ઉના-કોડિનાર હાઇવે પરના 20 સ્થાયી અને 8 અસ્થાયી કબજા દૂર કરી રાષ્ટ્રીય હાઈવે રાજમાર્ગ પ્રાધિકરણ ()ગઇંઅઈં)ને કબજા સોંપવાની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને કારણે જિલ્લામાંથી પસાર થતા હાઈવેના નિર્માણની કામગીરી વધુ ઝડપી બનશે. આ ઉપરાંત, હાઈવે પર વધુ જગ્યા બનતાં માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થશે.



