સ્માર્ટ ફોનની માંગ માત્ર ભારતમાં જ નથી ઘટી પણ પૂરી દુનિયામાં આ હાલ જોવા મળે છે
માંગ અને પુરવઠાના ચકકરમાં આજકાલ ફસાઈ છે મોબાઈલ ફોન હેન્ડસેટ ઈન્ડસ્ટ્રીઝ, ડિમાન્ડ ઘટવાથી હેન્ડસેટનું પ્રોડકશન ઘટી ગયું છે. સ્માર્ટ ફોન ઈન્ડસ્ટ્રીના સીનિયર લોકોનું કહેવું છે કે મોબાઈલ ફોનના વેચાણમાં થઈ રહેલા ઘટાડાને લઈને મોબાઈલ ફોન કંપનીઓએ પોતાની પ્રોડકશન ક્ષમતામાં ઘટાડો કરી નાખ્યો છે.
- Advertisement -
એક અહેવાલ મુજબ આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી કંપનીઓએ વાર્ષિક આધાર પર તેમાં 20 ટકા સુધીનો કર્યો છે. ઈન્ડસ્ટ્રી રિસર્ચર કાઉન્ટર પોઈન્ટ તરફથી તાજેતરમાં જાહેર તાજેતરના ડેટા અનુસાર ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં સ્માર્ટ ફોન શિપમેન્ટ મતલબ, જથ્થાબંધ દુકાનોને મોકલવામાં આવતી ખેપમાં ઓકટોબર-ડિસેમ્બર 2022ના સમયગાળામાં 30 ટકા અને જાન્યુઆરી-માર્ચ 2023માં 18 ટકાનો ઘટાડો આવ્યો છે.
રિલાયન્સ રિટેલે જણાવ્યું હતું કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ડિવાઈસ કે મોબાઈલ ફોનના વેચાણમાં ઘટાડો થયો છે. જૈના ગ્રુપના મેનેજીંગ ડાયરેકટર પ્રદીન જૈન કહે છે- સ્માર્ટફોનની ડિમાન્ડમાં ઘટાડાની શ્રેણીમાં માત્ર ભારતની જ ઈન્ડસ્ટ્રી જ નથી બલકે દુનિયાભરમાં આ જ હાલ નજરે પડે છે. કંપનીઓએ માંગની સ્થિતિને અનુરૂપ પ્રોડકશનમાં ઘટાડો કર્યો છે. અને આ દબાણ કેટલોક સમય ચાલુ રહેવાની સંભાવના છે. કાઉન્ટર પોઈન્ટમાં રિસર્ચ ડાયરેકટર તરુણ પાઠકે કહ્યું હતું કે કંપનીઓએ પ્રોડકશનમાં 15-20 ટકાની કપાસ કરી છે.
આ કપાત પ્રારંભિક અને મધ્યમ દરજજાના સેગમેન્ટમાં વધુ છે કારણ કે પ્રીમિયમ સેગમેન્ટનું આકર્ષણ હજુ પણ વધુ કે ઓછું યથાવત છે. પાઠકે જણાવ્યું હતું કે હાલ મોટાભાગની બ્રાન્ડો પાસે લગભગ 10 વીક જેટલી વણ વેચાયેલ ઈન્વેસ્ટ્રી છે. ઓછા ઉત્પાદનનો દોર એપ્રિલ-જૂન ત્રિમાસિક સુધી ચાલુ રહેશે અને કેલેન્ડર વર્ષના બીજા 6 મહિનામાં તેમાં થોડો સુધારો નજરે પડી શકે છે.
- Advertisement -
ઈન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે આ કપાત આ કેલેન્ડર વર્ષમાં પહેલીવાર થઈ છે જોકે ઈન્ડસ્ટ્રીએ ગત વર્ષ એપ્રિલ-જુલાઈમાં અને પછી નવેમ્બર- ડિસેમ્બરમાં દિવાળી બાદ પ્રકારની કપાતનો સહારો લેવાયો હતો. ત્યારે આ કપાત હાલના સ્તરોની તુલનામાં 5-10 ટકા ઓછી હતી. અતુલ લાલે જણાવ્યું હતું કે મોબાઈલ ફોનની માંગમાં ઉછાલો નથી પરંતુ હજુ સુધી તેમાં કોઈ મોટો ઘટાડો નથી આવ્યો કારણ કે કેટલાક કંપનીઓ ભારતથી હેન્ડસેટને એકસપોર્ટ પણ કરી રહી છે.