આ પ્રતિનિધિમંડળમાં 16 પક્ષોના 20 નેતાઓ સામેલ હશે, કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે કહ્યું કે, વિરોધ પક્ષોના નેતાઓ 29 અને 30 જાન્યુઆરીએ હિંસાગ્રસ્ત રાજ્યની મુલાકાત લેશે
મણિપુર મુદ્દે સંસદનું ચોમાસુ સત્ર હજુ પણ અટકી ગયું છે. આ દરમિયાન આજે વિપક્ષી જૂથોનું જોડાણ એટલે કે I.N.D.I.A.નું એક પ્રતિનિધિમંડળ બે દિવસ માટે હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળમાં 16 પક્ષોના 20 નેતાઓ સામેલ હશે. કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે કહ્યું કે, વિરોધ પક્ષોના નેતાઓ 29 અને 30 જાન્યુઆરીએ હિંસાગ્રસ્ત રાજ્યની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે, નેતાઓ રાજ્યમાં જમીની સ્થિતિનો તાગ મેળવશે.
- Advertisement -
રાહત શિબિરોની મુલાકાત લેશે
કોંગ્રેસના સાંસદ સૈયદ નસીર હુસૈને જણાવ્યું હતું કે, શનિવારે ઈન્ડિયા ગઠબંધનનું એક પ્રતિનિધિમંડળ પહાડી પ્રદેશ અને ખીણ પ્રદેશ (મણિપુરમાં)માં હિંસાથી પ્રભાવિત રાહત શિબિરોની મુલાકાત લેશે. અમે એક સંદેશ લઈને જઈ રહ્યા છીએ કે, અમે તેમની પડખે છીએ. અમે પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે અમારી ક્ષમતા પ્રમાણે બધું કરીશું. તેમણે કહ્યું કે, 30 જુલાઈએ સવારે 10 વાગ્યે અખિલ ભારતીય ગઠબંધનના સાંસદો રાજ્યપાલને પણ મળશે.
#WATCH | Congress MP Syed Naseer Hussain says, "Tomorrow a delegation of the INDIA alliance will go to the violence-hit relief camps in hilly area and valley area (in Manipur)…We are going with a message that we are standing with them & we will do everything in our capacity to… pic.twitter.com/CrJyctNhWk
— ANI (@ANI) July 28, 2023
- Advertisement -
રાહુલ ગાંધીએ પણ લીધી હતી મુલાકાત
નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ પહેલા મણિપુરની મુલાકાત લઈ ચૂક્યા છે. રાહુલ ઉપરાંત ડાબેરી પક્ષો અને તૃણમૂલ કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ પણ રાજ્યમાં હિંસાથી પ્રભાવિત લોકોને મળ્યા છે. સંસદમાં વિરોધ પ્રદર્શન બાદ વિપક્ષી ગઠબંધનની મણિપુરની આ પ્રથમ મુલાકાત છે. 3 મેથી રાજ્યમાં બે સમુદાયો મેતેઈ અને કુકી વચ્ચેની જાતિય હિંસામાં લગભગ 150 લોકોના મોત થયા છે. રાજ્યમાં ઘણા લોકો ભયના કારણે નજીકના રાજ્યોમાં સ્થળાંતર કરી ગયા છે.
આ દરમિયાન એવા અહેવાલો છે કે રાજ્યમાં 3 મેથી કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસા હવે સુરક્ષાદળો તરફ વળી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં બિષ્ણુપુર અને ચુરાચાંદપુર જિલ્લામાં અનેક સ્થળોએ સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. હુમલાખોરોએ લગભગ 200 ક્રૂડ બોમ્બ ફેંક્યા હતા.
21-member Opposition delegation to land in Imphal for 2-day Manipur visit
Read @ANI Story | https://t.co/lUQPJ9kD7Y#ManipurViolence #Manipur #Opposition #INDIAAlliance pic.twitter.com/NoHwrswME6
— ANI Digital (@ani_digital) July 29, 2023
બિષ્ણુપુરના ફાઉગકચાઓ પોલીસ સ્ટેશન હેઠળ ચાર અલગ-અલગ સ્થળોએ થયેલી અથડામણમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, ગુરુવારે પણ બેનાં મોત થયાં હતાં. આર્મી અને મણિપુર પોલીસના એક-એક કમાન્ડો સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા.
ઈન્ડિયાના 20 સાંસદને મણિપુર જવાની મંજૂરી નથી
રાજ્ય સરકારે આ પ્રવાસ માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના 20 સાંસદને મંજૂરી આપી નથી. આવી સ્થિતિમાં આ નેતાઓને એરપોર્ટ પર જ રોકવામાં આવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે.