ગિરનારની લીલુડી પરિક્રમા આવી પરિક્રમા રૂટ પર ચહલ પહલ વધી
36 કિલોમીટરના રૂટ પર વન વિભાગ, તંત્ર, સાધુ સંતો આગમન અને અન્નક્ષેત્ર તૈયારીઓ પૂર્ણ
- Advertisement -
પરિક્રમા કરવા આવતા ભાવિકોના ધસારાને ઘ્યાને લઇને બસ અને ટ્રેનોની વિષેશ સુવિધા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર ફરતે યોજાતી ગિરનારની લીલુડી પરિક્રમા આગામી કારતક સુદ અગિયારશની મધ્ય રાત્રી વિધિવત રીતે શરુ થાય છે.બે વર્ષ થી કોરોના કાળ માં પરિક્રમા બંધ હતી.આ વર્ષે વરસાદ સારા પ્રમાણમાં થયો છે.
અને ગિરનારની ગીરી કંદરામાં ખળખળ વહેતા ઝરણા સાથે લીલોછમ ગિરનાર જોવા મળી રહ્યોછે આ વર્ષે 20 લાખ લોકો પરિક્રમા કરવા આવે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યોછે. ઉતાવળિયા પરિક્રમા કરવા આવતા ભાવિકો આવતીકાલથી મોટી સંખ્યામાં આવી પોહચશે ત્યારે તંત્ર પણ સાબદું બન્યું છે પરિક્રમાના 36 કી.મી.રૂટ પર દિગમ્બર સાધુ સંતોનું આગમન થઈ ચૂક્યું છે તેની સાથે વિવિધ સંસ્થા દ્વારા સેવાભાવ સાથે અન્નક્ષેત્રની તૈયારી પૂર્ણ કરી લીધી છે ગિરનારની લીલી પરિક્રમામાં વયો વૃદ્ધ સાથે યુવાનો પણ મોટી સંખ્યામાં આવશે અને કુદરતી વાતાવરણ સાથે ભવોભવનું ભાથું બાંધવા પધારે છે. પરિક્રમામાં ત્રણ રાત્રી અને ચાર દિવસ પરિક્રમા ચાલશે વન વિભાગ દ્વારા રાવટી ઉભી કરી દેવામાં આવીછે અને વન વિભાગ દ્વારા 24 કલાક રાઉન્ડ ઘી પેટ્રોલિંગ કરવામાં આવશે તેની સાથે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી મેડિકલ સાધનો અને દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવશે પોલીસ તંત્ર દ્વારા કોઈ અનિચ્છિય બનાવના બને તેના માટે ખાસ ટિમો બનાવીને ચુસ્ત બંદોબસ્ત જળવામાં આવશે તેની સાથે એસ.ટી.વિભાગ દ્વારા વધારાની નાની મોટી કુલ 225 જેટલી બસો દોડાવશે તારીખ 2 થી 8 નવેમ્બર સુધી જૂનાગઢ થી રાજકોટ,સોમનાથ, અમદાવાદ, પોરબંદર, સતાધાર ,અમરેલી સહીત ના સૌરાષ્ટ્ર ના અનેક જિલ્લામાં બસો દોડશે તેની સાથે રેલ્વે તંત્ર દ્વારા ખાસ વિષેશ ટ્રેન અને વધારાના કોચ જોડવામાં આવશે.
ગિરનાર પરિક્રમામાં આવતા ભાવિકો શું ધ્યાન રાખવું
ગિરનાર ની લીલી પરિક્રમા અતિ કઠિન માનવામાં આવેછે ભાવિકોએ 36 કી.મી.પગપાળા ચાલીને કરવાની હોઈ છે જેમાં નળ પાણીની ઘોડી અતિ કઠિન છે ઊંચું ચઢાણ ચડવાથી અશક્ત લોકો ને મુશ્કેલી સામનો કરવો પડે છે ત્યારે ભાવિકોએ પોતાની સાથે જરૂરી મેડિકલ કીટ સાથે રાખવી તેમજ બેટરી જરૂરી છે અને હદય ની બીમારી વાળા ભાવિકો એ ખાસ તકેદારી રાખવી પણ જરૂરી છે
- Advertisement -
વહીવટી તંત્ર દ્વારા તકેદારી પગલાં
ગિરનાર લીલી પરિક્રમા કરવા આવતા યાત્રિકો માટે ઠેર ઠેર પાણીના પોઇન્ટ બનાવ્યા ,36 કી.મી.ના રૂટ પર 20 જેટલી રાવટી ઉભી કરવામાં આવી તેની સાથે મેડિકલ સાધન સામગ્રી સાથે સજ્જ હશે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વન વિભાગ દ્વારા વન્ય સંપદા ને કોઈ નુકશાન ના કરે તેના માટે તકેદારી સાથે વન્ય પ્રાણી પરિક્રમા રૂટ પર આવી નો જાય તેના માટે ટ્રેકર ટિમ તૈનાત કરવામાં આવી છે અને 24 કલાક પેટ્રોલિંગ કરવામાં આવશે