ગાંધીનગરમાં 140 દેશોના 25 હજારથી વધુ પ્રતિનિધિઓની હાજરીમાં રીન્યુએબલ એનર્જી સમીટને ખુલ્લી મુક્તા વડાપ્રધાન
ભારતમાં સોલાર પાવરની ચર્ચા ન હતી ત્યારે ગુજરાતમાં સેંકડો પ્લાન્ટ લાગી ચૂક્યા હતા: મોદી
- Advertisement -
2030 સુધીમાં દેશમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જી ઉત્પાદનનું રક્ષણ: દેશમાં 70 સોલાર સીટી બનાવાશે
પ્રધાનમંત્રી સૂર્ય ઘર વિજળી યોજનામાં 130 લાખ લાભાર્થી: દેશનું દરેક ઘર ઉર્જા ઉત્પાદન કરવા જઇ રહ્યું છે
આવતીકાલે પોતાનો 74મો જન્મદિન મનાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ગુજરાત પ્રવાસમાં બીજા દિવસે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રીન્યુએબલ એનર્જી સમીટનો પ્રારંભ કરતા કહ્યું કે, એક સમયે ભારતમાં સોલાર પાવરની ચર્ચા ન હતી ત્યારે ગુજરાતમાં સેંકડો પ્લાન લાગી ગયા હતા.
- Advertisement -
મહાત્મા મંદિર ખાતે મોદીએ વિશ્વના 140 દેશોના 25000થી વધુ પ્રતિનિધિને આવરી લેતા આ સમીટમાં કહ્યું કે ભારતે 20,000 કરોડ રૂપિયાનું ગ્રીન હાઇડ્રોજન મીશન લોંચ કર્યું છે. આ ઉપરાંત રી-યુઝ પ્લાસ્ટીક ટેકનોલોજી પણ વિકસાવાશે અને દેશમાં અયોધ્યા સહિત 70 સોલાર સીટી વિકસાવાશે. તેઓએ કહ્યું કે પાંચ વર્ષમાં 500 ગીગા વોટ બીન પરંપરાગત ઉર્જા ઉત્પાદનનો લક્ષ્યાંક છે.
વડાપ્રધાન સૂર્યોદય મફત વિજળી યોજના હેઠળ 130 લાખ લોકોએ તેનો લાભ લીધો છે અને આગામી દિવસોમાં ભારતે રેલવે પણ કાર્બન ઉત્સર્જનમાં નેટ-0 બની જશે. શ્રી મોદીએ કહ્યું કે ફકત ટોચ પર પહોંચવાનું નહીં પરંતુ ટકી રહેવાનું આયોજન છે અને તેથી જ સોલાર પાવર, ન્યુકિલયર પાવર, વીલ્ડ પાવરને પણ દેશને આગળ વધારવાનો છે અને ભારતનું એક એક ઘર ઉર્જા ઉત્પાદન કરવા જઇ રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે દરેક ક્ષેત્ર માટે ગ્રીન એનર્જીમાં મોટા નિર્ણયો લીધા છે.
આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે રીન્યુએબલ એનર્જીમાં ગુજરાત એ મોખરાનું રાજ્ય છે અને ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે. ઉર્જા સંગ્રહ માટે ગુજરાતમાં 50 જગ્યાઓની ઓળખ કરી લેવામાં આવી છે.
આ અગાઉ વડાપ્રધાને ગ્રીન એનર્જી પ્રદર્શન પણ નિહાળી હતી અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. આ સમીટમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર છે. ત્રણ દિવસ ચાલનારા આ સમીટમાં ઓસ્ટ્રેલીયા, જર્મની સહિતના દેશો ભાગ લઇ રહ્યા છે.
સમારોહની સાથે સાથે
મોદીએ કહ્યું કે અમેરિકાના વડાપ્રધાન બરાક ઓબામા ભારત આવ્યા તે સમયે કહેતા હતા કે અહીં કામનું કોઇ પ્રેશર નથી. પણ મને પ્રેશર એટલા માટે નથી કે હું ભાવિ પેઢી માટે કામ કરવા માંગુ છે.
અયોધ્યાને સોલાર સીટી બનાવવા છે:- મોઢેરામાં જુનુ સૂર્ય મંદિર છે અને આ ગામ સોલાર લિજે બની ગયું છે.
જી-20 દેશોના સમુહમાં ભારત એક જ છે કે જે રીન્યુએબલ ઉર્જામાં સૌથી આગળ છે.
ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનો હબ બનશે: મુખ્યમંત્રી
ભારત આગામી એક હજાર વર્ષ માટે પાયો બનાવી રહ્યું છે: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રીન્યુએબલ એનર્જી મીટને ખુલ્લી મુકી હતી અને કહ્યું હતું કે ભારત જે રીતે આગળ વધી રહ્યું છે તેનો ઉદ્ેશ આગામી એક હજાર વર્ષ માટે દેશના વિકાસ માટે પાયો નાખવાની અમારી સરકારની ગણતરી છે અને વિશ્ર્વના દેશો જ્યારે હજુ પરંપરાગત ઉર્જાભણી નજર કરે છે ત્યારે ભારતે બીનપરંપરાગત ઉર્જાને મહત્વ આપ્યું છે.
ગાંધીનગરની શાલીન-ટુ સોસાયટીમાં સોલાર પેનલ નિહાળતા મોદી: છત પર પહોંચી ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના વાવોલમાં શાલીન-ટુ સોસાયટીની મુલાકાત લીધી હતી આ સોસાયટીમાં 22 ઘર સોલાર પેનલ લગાડવામાં આવી છે. અને વડાપ્રધાને બંગલા નં.53માં પહોંચીને છત પર જઇ બંગલા માલિકા જકસી સુથાર અને તેના પરિવાર સાથે વાતચીત કરી હતી તેમજ સૂર્યઘર યોજનાથી થતાં ફાયદાની ચર્ચા કરી હતી.
મોદીએ જણાવ્યું કે, આ યોજના હેઠળ દરેક ઘર 15 હજાર રૂપિયાની કમાણી કરી શકે છે. વડાપ્રધાન આ સોસાયટીમાં 18 મીનીટ રોકાયા હતા અને તેઓએ દરેક પરિવાર પાસેથી માહિતી મેળવી હતી.