ઇઝરાયલ એરપોર્ટ હુમલાનો બદલો લીધો
ખાસ-ખબર ન્યૂઝ ઇસ્લામાબાદ, તા.7
ઇઝરાયલી સેનાએ સોમવારે રાત્રે યમનના હુતી બળવાખોરોના નિયંત્રણ હેઠળના બંદર શહેર હુદાયદાહ પર ભારે બોમ્બમારો શરૂ કર્યો. સેનાના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઇઝરાયલી વાયુસેનાના 20 ફાઇટર જેટ્સે ભાગ લીધો હતો. આ માટે વિમાનોએ 2000 કિમીનું અંતર કાપ્યું.
- Advertisement -
આ હુમલામાં હુદાયદાહ બંદર અને બાઝિલ કોંક્રિટ ફેક્ટરીને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ અનુસાર, ફાઇટર જેટ્સે ઓછામાં ઓછા 50 લક્ષ્યો પર બોમ્બ ફેંક્યા.
ઇઝરાયલ દ્વારા આ હુમલો એક દિવસ પહેલા તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર હુતી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો. મિસાઇલ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ પછી, ઇઝરાયલે બદલો લેવાની જાહેરાત કરી હતી. હુતી બળવાખોરોનું કહેવું છે કે ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 21 લોકો ઘાયલ થયા છે. હુતી બળવાખોરોના મીડિયા વિભાગના વડા નસરુદ્દીન આમેરે કહ્યું કે તેઓ આ હુમલાનો જવાબ આપશે. ઇઝરાયલી હુમલાઓ તેમને રોકી શકશે નહીં. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ હુમલો ઇઝરાયલ અને અમેરિકા બંને દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. જોકે, એક અમેરિકન સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન આ હુમલામાં ભાગ લેતો નહોતો.
ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે આ હુમલો હુતી શાસનના અર્થતંત્ર અને તેના લશ્ર્કરી નિર્માણ માટે ફટકો હતો. બાઝિલ કોંક્રિટ ફેક્ટરી તેમના માટે એક મહત્ત્વપૂર્ણ આર્થિક સંસાધન તરીકે સેવા આપે છે અને તેનો ઉપયોગ ટનલ અને લશ્ર્કરી માળખાગત સુવિધાઓના નિર્માણ માટે થાય છે.
સેનાએ જણાવ્યું હતું કે હુદાયદાહ બંદરનો ઉપયોગ હુતી આતંકવાદીઓ દ્વારા “લશ્ર્કરી હેતુઓ અને અન્ય આતંકવાદી હેતુઓ માટે ઈરાની શસ્ત્રો અને સાધનોના પરિવહન માટે” કરવામાં આવતો હતો.
ગાઝામાં યુદ્ધ શરૂૂ થયા પછી યમન પર ઇઝરાયલનો આ છઠ્ઠો હુમલો હતો અને આ વર્ષે આ પહેલો હુમલો હતો. ઇઝરાયલે કહ્યું છે કે યમન પર હુમલો હુતી વિદ્રોહીઓ દ્વારા ઇઝરાયલ સામે વારંવાર કરવામાં આવી રહેલા હુમલાઓના જવાબમાં હતો. માર્ચમાં હુતી બળવાખોરો સામે અમેરિકાના મોટા ઓપરેશન શરૂૂ થયા પછી, ઈંઉઋ એ યમનમાં હુમલાઓ બંધ કરી દીધા છે.
સોમવારે રાત્રે યમન ઉપરાંત ઇઝરાયલે સીરિયા, લેબનન અને ગાઝા પર પણ હુમલો કર્યો હતો. ઈંઉઋ એ દક્ષિણ લેબનોન અને બેકા ખીણમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર અનેક હવાઈ હુમલા કર્યા.
આ ઉપરાંત, તેઓએ લેબનોનની સરહદે આવેલા સીરિયા પર પણ ઘણા હુમલા કર્યા. અત્યાર સુધી આ બંને વિસ્તારોમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઇઝરાયલી સેનાએ ગાઝા પર પણ હુમલો કર્યો. આમાં 54 લોકોના મોત થયા છે.
ઇઝરાયલી સેના ગાઝામાં લશ્ર્કરી કાર્યવાહીને વધુ તીવ્ર બનાવશે. ઇઝરાયલના યુદ્ધ મંત્રીમંડળે સોમવારે આ નિર્ણયને મંજૂરી આપી. આમાં ગાઝાને સંપૂર્ણપણે ’કબજે’ કરવાની અને સમગ્ર વિસ્તાર પર નિયંત્રણ મેળવવાની યોજનાનો સમાવેશ થાય છે.
અહેવાલો અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે આવતા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી જ તેનો અમલ થવાની અપેક્ષા છે. ત્યાં સુધી ઇઝરાયલ હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધક કરાર પર પહોંચવાનો પ્રયાસ ચાલુ રાખશે. જોકે, ઇઝરાયલી આર્મી ચીફ એયાલ ઝામિને ગાઝામાં કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે આ કાર્યવાહી ગાઝામાં બંધકોના જીવનને જોખમમાં મૂકી શકે છે. જોકે, તેમણે કહ્યું કે નવી યોજના હમાસ સામે વધુ શક્તિશાળી હુમલાઓ કરવામાં અને બાકીના બંધકોને પાછા લાવવામાં મદદ કરશે.