1.69 લાખનું કાયમી સ્થળાંતર અને 89,553નાં મૃત્યુ થયા હતા છતાં નામો હતા: 10,736 મતદારો ડુપ્લીકેટ હતા
મતદારનું મેપિંગ થયું હોવા છતાં નામ રદ હોય તો 19 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી હક્ક-દાવા અને વાંધા અરજી કરી શકાશે
- Advertisement -
મેપિંગ વગરના 2.25 લાખ મતદારોને નોટિસ આપી સાંભળવાની કાર્યવાહી કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મતદાર યાદીની 23 વર્ષ બાદ ખાસ સઘન સુધારણા (સ્પેશિયલ ઈન્ટેન્સીવ રિવિઝન) હેઠળ ગત તા. 4-11-2025 થી તા. 14-11-2025 દરમિયાન ઘરે ઘરે જઈને રાજકોટ જિલ્લાના 23.91 લાખ મતદારોની કરાયેલી ચકાસણી બાદ આજે પ્રસિધ્ધ કરાયેલી ડ્રાફ્ટ મતદારયાદી મૂજબ 8,23,668 મતદારોએ જાતે અને 10,06,177 મતદારોના નામનું બી.એલ.ઓ.દ્વારા ઉપલબ્ધ વિગતોના આધારે મેપીંગ કર્યું છે. જ્યારે આશરે 3.35 લાખ અર્થાત 14 ટકા મતદારોના નામ રદ થયા છે. આ તમામને હવે તેમના નામ ઉમરેવા,વાંધા-હક્ક માટે આજ તા. 19 ડિસેમ્બરથી તા. 10 ફેબ્રુઆરી સુધીનો સમય આપીને નોટિસ આપવાની કામગીરી હાથ ધરાશે.
સત્તાવાર માહિતી મૂજબ 1.69 લાખ મતદારો જિલ્લામાંથી કાયમી સ્થળાંતર કરી ગયા છે જ્યારે 89,553 ના અવસાન થયા હોવાથી આ નામો રદ કરાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ નામો હજુ પણ યાદીમાં હતા અને રદ કરવા પડયા છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે આ પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે રાજકીય પક્ષો સાથે પાંચ બેઠકો યોજવામાં આવી હતી અને ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા મતદારોની યાદી અલગથીિ બનાવીને તે રાજકીય પક્ષોને આપી હતી જેથી કોઈ નામ ભૂલથી રદ ન થઈ જાય. આ બેઠક બાદ ઉપરોક્ત ડેટા તૈયાર કરાયો છે.
નજીકના સમયમાં મહાપાલિકાની ચૂંટણી છે ત્યારે નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા, સુધારા વધારા કરવા તા. 19 ડિસેમ્બરથી 10 ફેબ્રુઆરી સુધી નોટિસ ઈસ્યુ, સુનાવણી, ચકાસણી સહિતની કામગીરી થશે
- Advertisement -
નવું નામ ઉમેરવા ફોર્મ નં-6 અને ચૂંટણી કાર્ડમાં નામ-સરનામા બદલવા હોય તો ફોર્મ નં-8 ભરવું
1-1-2026 ની સ્થિતિએ 18 વર્ષની ઉંમર થઈ હોય તેઓ ફોર્મ નં. 6 અને નામ- સરનામુ બદલાવું હોય તો તેઓ ફોર્મ નં. 8 ભરીને મતદાર નોંધણી અધિકારીને આપી શકશે. યાદી સીઈઓ ગુજરાત વેબસાઈટ પર જોઈ શકાશે. તા. 17-2-2026 ના ફાઈનલ મતદારયાદી પ્રસિદ્ધ થશે.
2.25 લાખ મતદારોનું મેપિંગ નથી થયું
રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 23,91,027 મતદારોની ઇકઘ દ્વારા ખરાઈ કરવામાં આવી. જેમાંથી 8,23,668 મતદારોની વર્ષ 2002 ની મતદારયાદી સાથે સેલ્ફ મેપિંગ કરવામાં આવ્યું હતુ. જ્યારે 10,06,177 મતદારોનું વંશાવલી એટલે કે પરિવાર સાથે કરવામાં આવ્યુ હતુ. જ્યારે 2,25,512 મતદારો એવા છે કે જેઓનું મેપિંગ થઈ શક્યુ નથી.
ગુજરાતમાં 73.73 લાખ મતદારો ઘટ્યા: હાર-જીતનું ગણિત બદલાશે
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ) પ્રક્રિયા દ્વારા ગુજરાતમાં મતદારયાદીની વ્યાપક સફાઈ કરવામાં આવી છે. માત્ર 51 દિવસની પ્રક્રિયામાં રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 5.08 કરોડમાંથી ઘટીને 4.34 કરોડ રહી છે. એટલે કે, 73.73 લાખ મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, જે કુલ મતદારોના લગભગ 14 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 71 નગરપાલિકા અને 33 જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં હારજીતનું ગણિત બદલાઈ જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ડ્રાફ્ટ યાદી મુજબ રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાં સરેરાશ 40510 મતદારોનો ઘટાડો નોંધાયો છે.



