જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બે સૈનિકો શહીદ; એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં ઓપરેશન અખાલ હેઠળ ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે સૈનિકોના મોત થયા છે, જેની પુષ્ટિ શનિવારે સેનાએ કરી છે. 1 ઓગસ્ટથી શરૂ થયેલા આ ઓપરેશનમાં બે અજાણ્યા આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.
- Advertisement -
અત્યાર સુધી ભારતીય સૈન્યને જ મોટું નુકસાન
અત્યાર સુધી એન્કાઉન્ટરમાં એક આતંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે કુલ બે જવાન શહીદ અને દસ જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે. સૂત્રો અનુસાર ગાઢ જંગલ અને પ્રાકૃતિક ગુફાઓ જેવા ઠેકાણાઓનો લાભ લઇને કમ સે કમ ત્રણ કે તેનાથી વધુ આતંકી હજુ ત્યાં છુપાયેલા છે. આ એન્કાઉન્ટર છેલ્લા દાયકામાં સૌથી લાંબા ચાલેલો આતંકવાદ વિરોધી અભિયાન બની ગયો છે.