અમદાવાદની કેડિલા બ્રિજની ચોંકાવનારી ઘટના
ઈશનપુર પોલીસે આરોપી યાસીન, મોહસીન અને અબરાને દબોચ્યા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદ શહેરના વસ્ત્રાલ ખાતે રહેતા અને ડેકોરેશનનો વ્યવસાય કરતા ફરિયાદી મણીકંદન શેખર દેવર મદ્રાસી રહે. મહાદેવ એવન્યુ, વસ્ત્રાલ, અમદાવાદ, પોતાના ધંધા માટે મજૂર શોધવા માટે નારોલ સર્કલ પાસે આવ્યા અને ત્યાંથી રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સુમારે પરત જતા હતા, ત્યારે રસ્તામાં કેડિલા બ્રિજ ઉપર એક મોટર સાયકલ ઉપર આવેલા બે અજાણ્યા આરોપીઓએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી, તું રન્ડીબાજી કરે છે, તેવો આક્ષેપ કરી, તમાચા મારી, પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી, પોતાના અધિકારી સાથે વાત કરવાનું જણાવી, ફોન ઉપર ત્રીજા આરોપી સાથે વાત કરી, ફિટ કરી દેવાની ધમકી આપી, પતાવટ કરવા માટે એક લાખ રૂપિયા માંગી, ફોનમાં ગૂગલ પે મારફતે રૂ. 28,100/- કાઢી લઈ, કોઈને વાત કરીશ તો, ફિટ કરી દેવાની ધમકી આપી, ગુન્હો આચરતા, ફરિયાદી દ્વારા ત્રણ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ તરીકેની ઓળખ આપી, બળજબરીથી રૂપિયા કઢાવવા બાબતની ખંડણીની ફરિયાદ નોંધાવતા, ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.ડુપ્લીકેટ પોલીસની મોડસ ઓપરેન્ડીથી આચરવામાં આવેલા ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ, અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, જેસીપી, સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા આ ગુન્હો શોધી કાઢી, ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સૂચનાઓ કરવામાં આવી હતી. અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, ડી સ્ટાફના પીએસઆઇ એન.આર.સોલંકી તથા સ્ટાફના હે.કો. પ્રદિપભાઇ, પો.કો. સંજયભાઈ, માનસંગભાઇ, અલ્તાફભાઈ, સહિતની શસ્ત્ર પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી દરમિયાન અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલા સીસીટીવી આધારે તથા બાતમીદારથી મળેલ માહિતી આધારે આરોપીઓ (1) યાસીન ઉર્ફે પપૈયો શબ્બીરભાઈ કુરેશી ઉવ. 34 રહે. ચાર માળિયા, વટવા, અમદાવાદ, (2) મોહસીન રફિકભાઈ શેખ ઉવ. 35 રહે. ચાર માળિયા, વટવા, અમદાવાદ તથા (3) અબરાર અબ્દુલ સતાર પઠાણ ઉવ. 29 રહે. બેરલ માર્કેટ, દાણીલીમડા, અમદાવાદની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી પાસેથી મુદામાલ રોકડ રૂ. 28,100/- તથા ગુન્હામાં વાપરેલ મોટર સાયકલ કબ્જે કરવામાં આવ્યા છે. આમ, ત્રણેય આરોપીઓના ગુન્હા મળી, કુલ અગિયાર જેટલા પોલીસ તરીકેની ઓળખ આપી, ખંડણી ઉઘરાવવાના ગુન્હાઓમાં પકડાયેલ નામચીન ગુન્હેગાર છે.



