ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ સોમ વારે વહેલી સવારે એક ગામમાં હુમલો કર્યો
પશ્ચિમી આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં બે મોટા આતંકી હુમલાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આ આતંકી હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતકોમાં 8 સેનાના જવાનો પણ સામેલ છે. સુરક્ષા અને સ્થાનિક સૂત્રોએ હુમલાની માહિતી આપી છે. સૂત્રોએ એજન્સીને જણાવ્યું કે, ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ સોમવારે વહેલી સવારે એક ગામમાં હુમલો કર્યો. સ્થાનિક સૂત્રોએ પણ હુમલાની પુષ્ટિ કરી છે. મારોયના જુદા જુદા ભાગોમાં 6 નાગરિકોના મોત થયા છે.
- Advertisement -
બુર્કિના ફાસોમાં બે મોટા આતંકી હુમલાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આ આતંકી હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. એક પીડિતાના સંબંધીએ એજન્સીને જણાવ્યું કે, આતંકવાદીઓએ સલમોસી-માર્કોય રોડ પરથી ત્રણ યુવકોનું અપહરણ કર્યું હતું. બાદમાં ત્રણેય યુવકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. પીડિતાએ કહ્યું, “આતંકવાદીઓએ ઘણા લોકોનું અપહરણ કર્યું અને તેમને તેમના વાહનમાં લઈ ગયા.”
સૂત્રો મુજબ બુર્કિના ફાસો વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક લગભગ સાત વર્ષથી જેહાદી હુમલાઓ સામે લડી રહ્યો છે. આ દરમિયાન હજારો નાગરિકો અને સુરક્ષા દળો માર્યા ગયા છે, જ્યારે 20 લાખ લોકો ભાગી ગયા છે.