ઉનાના ગરાળ ગામે ખુંખાર દીપડાએ વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો: એલમપુર ગામે સિંહે મહિલાને ઇજા પહોંચાડી
બન્ને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
ઉનાના ગરાળ ગામે ખુંખાર દીપડા એ મહિલા પર હુમલો કર્યા ની ઘટના સામે આવી છે. ભાણીબેન ઝીણાભાઈ ભાલીયા ઉ.વ.70 નામ ની વૃદ્ધા પોતાના ઘરે સુતા હતા. ત્યારે અચાનક ખુંખાર દીપડા એ તે વૃદ્ધા પર હુમલો કરી દીધો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. તેમજ બીજી ઘટના માં એલમપુર ગામની મહીલા વહેલી સવારે પોતાના ઘરે થી વાડીએ જઈ રહ્યા હતા તે દરમ્યાન માંગડાધાર વિસ્તાર પાસે પહોંચતા અચાનક સિંહે મીણાબેન હમીરભાઈ સોલંકી ઉં.વ.55 નામ ની મહિલા પર હૂમલો કરતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ સ્ટાફ પણ હોસ્પિટલે દોડી ગયેલ હતો.