5 ઇંચથી વધુ વરસાદ પડયો હોત તો પૂર જેવી સ્થિતિ સર્જાત
શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ શહેર અને જિલ્લા ગઈકાલ બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જેમાં જૂનાગઢ અને માણાવદરમાં 2 થી અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે વંથલીમાં 2 ઇંચ તેમજ ભેસાણ, વિસાવદર અને મેંદરડામાં 1 – 1 ઇંચ વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વેહતી થઇ હતી જયારે અનેક ડેમોમાં નવા નીરની અવાક જોવા મળી હતી બપોર બાદ આવેલ વરસાદે ગિરનાર અને દાતારના પહાડો પર ધોધમાર વરસાદના લીધે દામોદર કુંડ અને કાળવા નદીમાં પૂર આવ્યા હતા અને શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા જેના લીધે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા વર્ષોથી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે. ત્યારે શહેરમાં પાણી નહિ ભરાય તેવા દાવા થતા રહ્યા છે.
ત્યારે ગઈકાલ શહેરમાં પડેલ 2 ઇંચ વરસાદે મનપાની પાણી મપાઈ ગયું હતું શહેરના જયશ્રી રોડ પર વર્ષોથી પાણી ભરવાની સમસ્યા ઉદભવે છે ગઈકાલ પણ પડેલા વરસાદી 1 ફૂટથી વધુ પાણી ભરાયા હતા તેની સાથે ઝાંઝરડા અને જોશીપુરાના બંને અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને દૂર દૂર ફરીને પસાર થવું પડ્યું હતું. શહેરના અનેક મુખ્ય માર્ગો પર પાઇપ લાઈન નાખવા ખોદેલા રોડ પર મોટા પાણાની કપચી અને રેતી પાણીના વહેણમાં તણાઈને રસ્તા પર આવી જતા બાઈક ચાલકો મહા મુસીબતે પસાર થતા હતા જયારે સ્કૂલ વાહનો પણ ખાડામાં ફસાયા હતા અને વિદ્યાર્થીઓને ઘરે જવામાં મુશ્કેલી ઉભી થઇ અનેક બાઈક ચાલકો પાડવાના બનાવો પણ સામે આવ્યા હતા. શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદે શહેરની શકલ ફેરવી નાખી હતી જો 5 ઇંચથી વધુ દેધાનધાન વરસાદ ખાબક્યો હોત તો અગાઉ થયેલ જળ હોનારતની યાદ આવી ગઈ હોત તેમજ ગિરનાર ઉપર ભારે વરસાદ વરસતા સીડી પર પાણી ના ધોધ જોવા મળ્યા હતા અને દામોદર કુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો જયારે દાતારના ડુંગરોમાં પણ ભારે વરસાદના લીધે વિલિગ્ડન ડેમ ફરી ઓવરફલો થયો હતો જેનું પાણી કાળવા નદીમાં આવી જતા પાટિયા ખોલવા પડ્યા હતા હજુ જો વરસાદ વધુ ટકી ગયો હોત શહેરીજનોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો હોત. ત્યારે શહેરીજનો કહે છે કે, મનપાનો ટેક્ષ તગડો પણ સુવિધા તગડી નથી.
મનપા ટિપર વાને વરસાદમાં વેસ્ટ કચરાનો નિકાલ કરતા 25 હજારનો દંડ
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કચરો એકત્ર કરવા એજન્સીને કામ સોંપાયુ છે. ત્યારે એજન્સીના સ્ટાફ દ્વારા ચાલુ વરસાદે પાણીના વહેણમાં કચરાનુ આખુ ડ્રમ ઉધુ વાળીને કચરો જાહેર માર્ગ ઉપર ફેકાતા હોવાનો વિડીયો વાઇરલ થતા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરીને ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ એજન્સીને રૂા.25 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે મનપા દ્વારા જાહેરમાં કચરો ફેકતા અનેક સામાન્ય લોકો તેમજ બેંક અને ખાનગી ટયુશન કલાસીસ સહિત અનેક સંસ્થાઓને દંડ ફટકારીને લાખો રૂપિયા વસુલ કર્યા છે પણ જયારે મનપા કચેરીએ આપેલ એજન્સી જાહેરમાં કચરાનો નિકાલ કરે તેની સામે વિપક્ષે પણ સવાલો ઉભા કર્યા છે.



