પાકિસ્તાન પર હવે નવું સંકટ આવી પડ્યું
ખાસ-ખબર સંવાદદાતા
નાદારી તરફ ધસી રહેલા પાકિસ્તાન પર સંકટ પર સંકટ આવતું જોવા મળ્યું હતું. આમ તો ચીને 1 બિલિયન ડોલરના લોનની મદદ કરતા પાકિસ્તાનને આંશિક રાહત થઈ છે, જોકે વિદેશી કંપનીઓને પાકિસ્તાન પરથી વિશ્ર્વાસ ઉઠતો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં 2 મોટી વિદેશી કંપનીઓએ પાકિસ્તાનમાંથી પોતાનો બિઝનેસ સમેટી લેવાની જાહેરાત કરી છે.
- Advertisement -
હાલ વાહન કંપની ટોયોટાને લઈ મોટા અહેવાલ સામે આવ્યા છે. બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ બ્રિટનની તેલ અને ગેસ કંપની શેલ બાદ જાપાનની વાહન કંપની ટોયોટાએ પાકિસ્તાનમાં બિઝનેસ બંધ કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલો અનુસાર બલૂચિસ્તાનના પત્રકાર સફર ખાનનું કહેવું છે કે, ટોયોટા ઈન્ડસ મોટર્સ પાકિસ્તાનમાં પોતાનો પ્લાન્ટ કાયમી ધોરણે બંધ કરવા તૈયારી કરી રહી છે અને કંપની પાકિસ્તાનના માર્કેટમાંથી હંમેશા માટે બહાર નીકળી જશે.
પાકિસ્તાનમાં ઈન્ડસ મોટર્સ ટોયોટા વાહનોનું ઉત્પાદન કરે છે. જોકે ટોયોટા કે ઈન્ડસ મોટર્સ તરફથી હજુ સુધી આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી. અગાઉ ટોયોટા ઈન્ડર્સ મોટર્સે આ મહિનાની શરૂૂઆતમાં ઉત્પાદન બંધ કરી દીધું હતું. આ અગાઉ બ્રિટિશ ઓઈલ એન્ડ ગેસ કંપની શેલે પાકિસ્તાનમાં પોતાનો બિઝનેસ વેચવાની જાહેરાત કરી ચુકી છે. બહુરાષ્ટ્રીય પેટ્રોલિયમ કંપની શેલે આ મહિને જણાવ્યું હતું કે, તેણે પાકિસ્તાન માર્કેટમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે.