મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાંદા જિલ્લામાં બોટ દુર્ઘટનાને લઈને જિલ્લા પ્રશાસનને રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા સૂચના આપી
ઉત્તર પ્રદેશમાં આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. યમુના નદીમાં બોટ ડૂબી જવાથી 20થી વધુ લોકો ડૂબી ગયા હોવાની વિગતો સામે આવી છે. બાંદા-ફતેહપુર બોર્ડર પર યમુના નદીમાં મુસાફરોથી ભરેલી બોટ ડૂબી ગઈ છે. જેને લઈ બાંદા અને ફતેહપુર પોલીસની ટીમ બચાવ કાર્યમાં લાગી છે. પ્રાથમિક વિગતો મુજબ બોટમાં 25થી વધુ લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના મોત થયા તો અન્ય લોકોની બચાવવા રાહતકાર્ય શરૂ કરાયું છે.
- Advertisement -
UP | A boat, full of passengers, carrying them in the Yamuna river from Fatehpur to Marka village capsized killing 2 persons. Yet to identify the number of people who were present on the boat. Search & rescue operation on: Banda police pic.twitter.com/89KY7vmlnY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 11, 2022
- Advertisement -
ઉત્તર પ્રદેશમાં બાંદા-ફતેહપુર બોર્ડર પર યમુના નદીમાં આજે એક બોટ ડૂબી ગયાના સમાચાર સામે આવ્યા છે. જેને લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાંદા જિલ્લામાં બોટ દુર્ઘટનાને લઈને જિલ્લા પ્રશાસનને રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા સૂચના આપી છે. આ તરફ લોકોને નદીમાંથી બહાર કાઢીને યોગ્ય સારવાર આપવાની કવાયત હાથ ધરાઇ છે.
UP | A boat, full of passengers, carrying them in the Yamuna river from Fatehpur to Marka village capsized killing 2 persons. Yet to identify the number of people who were present on the boat. Search & rescue operation on: Banda police pic.twitter.com/89KY7vmlnY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 11, 2022
મુખ્યમંત્રીએ શું કહ્યું ?
આજે યમુના નદીમાં બોટ ડૂબી જવાની ઘટનાને લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બોટ દુર્ઘટનાના સંદર્ભમાં જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. દુર્ઘટનામાં થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કરતા તેમણે શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા મેજિસ્ટ્રેટ, ડીઆઈજી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે જવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે.