ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લા પોલીસ દ્વારા એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મે-2021થી ઓક્ટોબર-2022 સુધીમાં પકડાયેલ રૂ. 2.33 કરોડના વિદેશી દારૂ ઉપર રોડરોલર ફેરવી દઈને તેનો નાશ કર્યો હતો. મોરબી સીટી એ ડીવીઝન, બી ડીવીઝન, મોરબી તાલુકા અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મે-2021 થી ઓક્ટોબર-2022 સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની નામદાર કોર્ટ તરફથી મંજૂરી મળતા મકનસર વીડી પાંજરાપોળવાળી જગ્યા ખાતે ચારેય પોલીસ સ્ટેશનના કુલ 327 ગુમનામાં પકડાયેલ વિદેશી દારૂની બોટલો 65,712 (કિં.રૂ. 2,33,77,361) ઉપર રોડ રોલર ફેરવીને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ વેળાએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સહિતનાં અધિકારી-પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.