સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વડોદરાની યુવતીની લોહીથી લથબથ લાશ મળી
તૃષા તેમના પરિવારમાં એકની એક દીકરી હતી. કોચિંગ માટે તે અલકાપુરી જતી હતી.’
વિદ્યાર્થિનીની ક્રૂરતાથી હત્યા: વડોદરાના નેશનલ હાઇવે પરથી 19 વર્ષીય યુવતીની લોહીથી લથબથ લાશ મળી, હત્યારાઓએ જમણો હાથ કાપીને ફેંકી દીધો. રાજ્યમાં વધુ એક યુવતીની ઘાતકી હત્યા થઇ છે. તરસાલી બાયપાસ પાસે ધનિયાવી રોડ પર 19 વર્ષની તૃષાબેન સોલંકીનો જમણો હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આખા પંથકમાં અરેરાટી ફેલાઇ હતી. મૃતક યુવતીના મોઢા અને ગાલ પર પણ તિક્ષ્ણ હથિયારથી ઇજા પહોંચાડી હોવાના નિશાન મળ્યા છે. બનાવની જાણ થતા રાતે જ મકરપુરા પોલીસ સહિતનો અન્ય સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. યુવતી મૂળ પંચમહાલના સામલી ગામની રહેવાસી હતી. તૃષા વડોદરામાં માણેજા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહીને કોમ્પિટિટીવ પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. વિદ્યાર્થિની મૂળ પંચમહાલ જિલ્લાની રહેવાસી છે. માણેજામાં મામાને ત્યાં રહી ભણતી ગોધરાની તૃષા રાત્રે વોરા ગામડી રોડ પરથી પસાર થતી હતી ત્યારે હત્યારો ત્રાટક્યો. પોણાઆઠ વાગ્યાના અરસામાં યુવતીની ચીસો સાંભળીને દોડી આવેલા મજૂરોએ એક શખસને ભાગતો જોયો, યુવતીનો મોબાઇલ ગુમ.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં લોહીથી લથબથ વિદ્યાર્થિનીની લાશ મળી હતી. હત્યારાઓએ યુવતીનો એક હાથ કાપી નાખી હત્યા કરી લાશ ફેંકી ફરાર થઈ ગયા હતા.
- Advertisement -
હત્યારાઓએ યુવતીનો હાથ કાપી નાખ્યો હતો.
યુવતી મામાના ઘરે અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી અનુસાર, શહેરના માણેજામાં મામાના ઘરે રહી અભ્યાસ કરતી તૃષા સોલંકીની અજાણ્યા શખસોએ ક્રૂર હત્યા કરી લાશ હાઇવે પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી મળેલા આધારકાર્ડમાં યુવતી મૂળ પંચમહાલ જિલ્લાની હોવાનું ખૂલ્યું છે.
- Advertisement -
પોલીસસૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ, શહેર નજીકના નેશનલ હાઇવે નં-48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઇડ પાસે એક યુવતીની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હોવાની વિગતો પોલીસને મળી હતી. આ માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. યુવતીનાં માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હોય એવાં નિશાનો મળ્યાં હતાં. પોલીસ-તપાસમાં યુવતી પોતાનું એક્ટિવા લઈ ટ્યૂશન જવા માટે નીકળી હતી. ત્યાર બાદ તેની લાશ મકરપુરા પોલીસ મથકની હદમાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. મકરપુરા પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
એ લોકો બહુ ઝાટકા મારતા હોવાથી યુવતી ચીસો પાડતી હતી
હું મારા રોજિંદા ઘરકામમાં પરોવાયેલી હતી ત્યારે ઓચિંતી રાતના 8 વાગવામાં 15 મિનિટ બાકી હતી ત્યારે યુવતીની ચીસો સંભળાઇ હતી, પણ લાઇટો જતી રહી હોવાથી અંધારું વધુ હતું, એટલે ત્યાં જવાની મારી હિંમત ચાલી ન હતી. એ લોકો બહુ ઝાટકા મારતા હોવાથી યુવતી ચીસો પાડતી હતી. તરત મેં મારા જમાઇને જાણ કરી હતી. જેથી તેમણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. મારા ખેતરથી 200 મીટર દૂર આ ઘટના બની હતી. (હત્યાના સ્થળ નજીક ખેતરમાં રહેતાં ગીતાબેન પાટણવાડિયાના જણાવ્યાનુસાર).
યુવતીનું ટુ વ્હિલર મળ્યું

યુવતીની લાશ જ્યાંથી મળી હતી ત્યાંથી થોડે દૂર જ પોલીસને એક ટુ વ્હિલર મળ્યું હતું. આ સ્કૂટર યુવતીનું જ હોવાની શક્યતાના આધારે પોલીસે સ્કૂટરના નંબરના આધારે સ્કૂટર માલિકનું નામ અને સરનામું મળ્યા હતા. જેના આધારે પોલીસે સરનામા પર તપાસ કરતા યુવતીના મામા હોવાનું જાણવા મળ્યું હતું
ક્લાસમાં જતી તૃષા હાઈવે પર કેવી રીતે પહોંચી?
એકેડમીમાં કોચિંગ માટે જતી તૃષા હાઈવે પર કેવી રીતે પહોંચી એ તપાસનો વિષય છે. અમે એ બાબતે ઊંડી તપાસ કરી રહ્યા છે. – કરણરાજ વાઘેલા, ડીસીપી.
યુવતીનો મોબાઇલ ફોન હજી નથી મળ્યો
પોલીસને યુવતીનું સ્કૂટર અને આધારકાર્ડ મળી આવ્યા છે. જ્યારે યુવતીનો મોબાઇલ ફોન હજી મળી આવ્યો નથી. યુવતીનો મોબાઇલ ફોન હત્યારો પોતાની સાથે લઇ ગયો હોવાની શક્યતા સેવાઇ રહી છે. પોલીસે યુવતીના મોબાઇલ નંબરના આધારે તેની કોલ ડિટેલ્સ મંગાવી છે. જે પરથી પણ અનેક ભેદ ખુલી શકે છે.
અમારા પરિવારમાં એકની એક દીકરી હતી: મામા
યુવતીના મામા સજ્જનસિંહે જણાવ્યું હતું કે અમારા પરિવારમાં એકની એક દીકરી હતી. અલકાપુરી કોચિંગ માટે જતી હતી. સાંજે જે સમયે ઘરે પરત ફરતી હતી એ સમયે પરત આવી ના હતી. બાદમાં તેની હત્યાની જાણ થઇ હતી.
એકથી વધુ શખસો હોવાની અને અજુગતું થયાની શંકા
તુષાનું મોપેડ હાઇવે પર હતું. જ્યારે હત્યા ત્યાંથી દૂર ઝાડીમાં થઇ હતી, જેથી હત્યામાં એકથી વધુ લોકો હોવાની અને તેની સાથે અજુગતું બન્યું હોવાની તપાસ શરૂ કરાઇ છે.
રાજ્યમાં દીકરીઓ પર થતા હુમલા ચિંતાનો વિષય
થોડાક દિવસો પહેલાં સુરત ખાતે ફેનિલે એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા નામની યુવતીનું જાહેરમાં ગળું કાપી નાખી હત્યા કરી હતી. ત્યાર બાદ રાધનપુરમાં વિધર્મી યુવકે એકતરફી પ્રેમમાં યુવતીના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો.