હોટલમાં અશ્લીલ ડાન્સ ચાલતો હતો ત્યારે જ પોલીસ ત્રાટકી
પોલીસ ત્રાટકી ત્યારે દારૂ-બિયરનું ખુલ્લેઆમ સેવન, અશ્લીલ ડાંસ કરતી મહિલા પર ચલણી નોટોનો વરસાદ ચાલતો હતો!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
દીવમાં ભાજપના પૂર્વ પ્રમુખની હોટલમાં દારૂ પીને ઝૂમી રહેલા 19 લોકો પકડાયા છે, જેમાં 8 મહિલાઓ, 10 પુરુષો અને એક ટ્રાન્સજેન્ડરની ધરપકડ કરાઇ છે. ઝડપાયેલા લોકોમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખના સાળા અને મહુવા ભાજપના નેતાઓ છે.
દીવમાં આવેલી હોટેલ તુલિપમાં ડીજેના તાલ પર નાચતી ડાન્સર્સ પર રૂપિયા ઉડાડીને રંગરેલિયા મનાવતાં નેતાઓ પોલીસની ઝપેટમાં આવી ગયા છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખના સાળા, મહુવા નગરપાલિકાના ભાજપના નગરસેવક, અન્ય એક નગરસેવકના પિતા, મહુવા તાલુકા ભાજપના ઉપપ્રમુખ, જેસરના પૂર્વ સરપંચ પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. દારૂ, બિયર તથા રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આ હોટલમાં દરોડા દરમિયાન 08 મહિલાઓ, 10 પુરૂષ અને 01 ટ્રાન્સજેન્ડરને સ્થળ પરથી પકડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન આ તમામ પરવાનગી, પરમીટ વગર ગેરકાયદેસર રીતે દારૂ અને બિયરનું ખુલ્લેઆમ સેવન કરતાં ઝડપાયા હતા. જેથી દારૂ-બિયર અને વિવિધ વસ્તુઓ સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેમાં દીવ પોલીસે ઇંઙ લેપટોપની કિંમત 30,000, પાવર એક્સ સ્પીકર જેની કિંમત 5000, સ્ટ્રેન્જર સ્ટીરિયો મિક્સર જેની કિંમત 2000, માઈક્રોફોન જેની કિંમત 1000, ડિસ્કો લાઈટ જેની કિં. 500, રોકડ રકમ સાથે 8 મહિલા સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હોટલ માલિક પાસે હોટલમાં દારૂ રાખવા અને નૃત્ય કરવા માટેની પરવાનગી, પરમીટ માંગવા પર હોટલ પાસે કોઈ પરમિટ ન હતી. પોલીસ હોટલમાં પહોંચી ત્યારે હોટલમાં દારૂ અને બિયર કે અશ્લીલ ડાંસની પરવાનગી, પરમીટ વગર ગેરકાયદેસર રીતે દારૂ અને બિયરનું ખુલ્લેઆમ સેવન કરાતું હતું. આ ઉપરાંત અશ્લીલ ડાંસ કરતી મહિલાઓ ઉપર ચલણી નોટોનો વરસાદ થતો હતો. ત્યારે દીવ પોલીસ રંગમાં ભંગ પાડતી હોય તેમ ત્રાટકી હતી. દીવ પોલીસે હોટલ ’ધ તુલીપ ’માં રેડ કરીને સખત કાનુની કાર્યવાહી કરી હતી.
- Advertisement -
મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ ’ધ તુલીપ’ હોટલ દીવ ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન શાહની છે. ત્યારે ભાજપાના અનેકો નેતાઓના ફોન પોલીસ ઉપર આવ્યા પણ ફાવ્યા ન હતા. ઝડપાયેલાં આરોપીઓમાં કિરણ લિંબાભાઈ રાઠોડ, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.મકવાણાનો સાળો તથા મહુવા નગરપાલિકામાં વોર્ડ નં.7 નો ભાજપનો નગરસેવક હોવાનું સામે આવ્યું છે. હિંમત ચકરભાઈ મકવાણા અને જેસરના પૂર્વ સરપંચ રાજા નાગજીભાઈ ઝાલા પણ આ મહેફિલમાંથી ઝડપાયા છે.