પરંપરાગત પહેરવેશ સાથે ઉપલેટા શહેરમાં સામૈયા કરી વાંચતેગાજતે જાનનું પ્રસ્થાન થયું
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને માજી ધારાસભ્યો તેમજ અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા
- Advertisement -
ઉપલેટા સમસ્ત આહિર સમાજના દીકરા દીકરીઓના ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 19 જેટલા નવ-દંપતિઓએ આ શુભ પ્રસંગે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ત્યારે આ સમૂહ લગ્નની અંદર કરિયાવરમાં અંદાજિત વીસ જેટલી વસ્તુઓ આપી હતી અને સમૂહ લગ્નની સાથે સાથે રક્તદાન કેમ્પ અને રાત્રી દરમિયાન કારણકે યુક્તિનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ સમૂહ લગ્ન મહોત્સવમાં જાનના સામૈયા ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં આવ્યો હતો જેમાં ઠાઠ-માઠ સાથે આહીર સમાજના પુરૂષો અને મહિલાઓ પરંપરાગત પહેરવેશમાં પણ જોવા મળ્યા હતા ત્યારે આ સમૂહ લગ્નના સામૈયા જોવા માટે તેમજ આ સમૂહ લગ્નમાં સામિલ થવા માટે લોકો પણ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આ આયોજનમાં રાત્રી દરમિયાન યોજાયેલ સમૂહ લગ્ન મહોત્સવમાં આહીર સમાજના આગેવાનો, અગ્રણીઓ તેમજ અન્ય સમાજના આગેવાનો અગ્રણીઓ પણ આ સમૂહ લગ્ન મહોત્સવમાં જોડાયા હતા અને આશીર્વાદ અને આશીર્વચન આપ્યા હતા.
- Advertisement -
આ સમૂહ લગ્ન મહોત્સવમાં હજારોની સંખ્યામાં આહીર સમાજના આગેવાનો, અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ મુખ્યમંત્રીના પ્રતિનિધિ તરીકે ગોવિંદભાઈ કાનગઢ, જેઠાભાઈ પાનેરા, માજી ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, લલીતભાઈ વસોયા, પ્રવીણભાઈ માકડીયા તેમજ ઉપલેટા અને આસપાસના પંથકના આહીર સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો અગ્રણીઓ સહિતના સૌ કોઈ લોકો ઉપસ્થિત રહ્યા હતા.