બાવળ-ઝાડી દૂર કરવાની કામગીરી પણ ચાલું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસામાં ભારે વરસાદથી નુકસાન પામેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલની સૂચના મુજબ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે. સાયલા-સુદામડા-પાળીયાદ રોડ પર ડામર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર પણ ડામર પેચવર્ક કરવામાં આવ્યું છે.આ ઉપરાંત, મુખ્ય માર્ગોની બંને બાજુએ ઊગી નીકળેલા બાવળો અને ઝાડી-ઝાંખરાને દૂર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. સુદામડા-નાગડકા રોડ અને પાટડી-દસાડા રોડ પર ઉંઈઇની મદદથી બાવળો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીથી વાહનચાલકોને સલામત અને સરળ મુસાફરીનો અનુભવ થશે.



