રાજ્યના પોલીસ બેડામાં બઢતી-બદલીનો દોર યથાવત
રાજકોટ શહેર SOG PSI એમ.બી.માજીરાણા સહિત 9ની બદલી, જ્યારે સામે 9 મુકાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજયના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 182 પીએસઆઇની જિલ્લાફેર બદલીના હુકમો થયા છે. જેમાં રાજકોટ શહેરના 10 જિલ્લાના 3 સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 56 પીએસઆઇની અન્ય જિલ્લામાં બદલીના હુકમ થયા છે.
જયારે રાજકોટ શહેરમાં નવ પીએસાઇ અને જિલ્લામાં પાંચ પીએસઆઇની બદલીના હુકમ થયા છે.રાજકોટમાં એસઓજીમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.બી.માજીરાણાની મહેસાણા બદલી થઇ છે.જયારે ગીરસોમનાથ જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઇ એ.બી.જાડેજાની રાજકોટ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે. રાજય પોલીસ મહાનિરીક્ષક(વહીવટ) ગગનદીપ ગંભીર દ્વારા રાજયના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 182 પીએસઆઇની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરમાંથી 10 પીએસઆઇની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જેમાં આર.કે. પટેલની અમદાવાદ શહેર, એચી.એન.ગઢવીની મોરબી, વી.એચ.પરમારની મહેસાણા, એસ.ડી.કારેણાની નવસારી, એ.કે.રાઠોડની સાબરકાંઠા, એસ.એ.સિન્ધીની બનાસકાંઠા, આઇ.એ.ભટ્ટીની સુરેન્દ્રનગર , એસ.ટી. મહેશ્વરીની ભુજ, એસઓજીના એમ.બી.માજીરાણાની મહેસાણા, એમ.આઇ. વસાવાની તાપી જિલ્લામાં બદલી કરવામાં આવી છે.જયારે રાજકોટ ગ્રામ્યમાંથી એમ.પી.માવીની છોટાઉદેપુર, બી.આર.ચૌધરીની સુરત, આર.એસ.સાંકળીયાની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં જે પીએસઆઇની બદલી કરવામાં આવી છે તેમાં સુરેન્દ્રનગરથી જે.એન.ગમારા, ભાવનગરથી વી.વી. ધ્રાંગુ,સી.પી.રાઠોડ, કચ્છથી એમ.વી.જાડેજા, અમરેલીથી એલ.કે.સોઢાતર, મોરબીથી એમ.જી.ધાંધલ, પાટણથી કે.કે.ચાવડા, ભરૂચથી એસ.વી.ચુડાસમા, જુનાગઢથી એ.એ.પરમારની રાજકોટ શહરેમાં બદલી કરવામાં આવી છે. જયારે રાજકોટ જિલ્લામાં ગીર સોમનાથથી એ.બી.જાડેજા, ગાંધીધામથી એસ.વી.ડાંગર, અમદાવાદથી સી.બી.ગૌસ્વામી, જામનગરથી જી.એસ.બ્લોચની રાજકોટ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે. આ સિવાય રાજકોટ શહેર અને જિલ્લામાં મળી કુલ 56 પીએસઆઇની રાજયના અન્ય જિલ્લામાં તાત્કાલીક અસરથી બદલીના હુકમ થયા છે.