ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા તાલુકાનાં ગામડાના વાડી વિસ્તારમાંથી એક માનસિક અસ્વસ્થ 30વર્ષીય મહિલા મળી આવતા 181 ટીમ મદદ માટે પહોચી હતી. જૂનાગઢ જિલ્લામાં કાર્યરત 181 અભયમ હેલ્પલાઇનમાં જાગૃત નાગરીક દ્વારા કોલ આવેલ અને એક અજાણ્યા મહીલા ખેતરમાં એકલા બેસી રહ્યા હોવાની વિગત જણાવી હતી તેમજ રાત્રીનો સમય હોવાથી કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે સતર્કતા દાખવી હતી.મદદ માટે કોલ મળતાંની સાથે જ ગંભીરતા સમજી 181 ની ટીમના ફરજ પરના કાઉન્સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ ફરહીનબેન સમા અને પાઇલોટ અલ્પેશભાઈ સહિતની ટીમ સ્થળ પર રૂબરૂ ગયેલ તેમજ મહિલાને મળીને તેમનુ કાઉન્સેલિંગ કરી વાસ્તવિકતાનો તાગ મેળવવા પ્રયત્ન કરતા મહીલા માનસિક અસ્વસ્થ જણાતા હોય અને તેમની ઘર પરિવારનું અતોપતો પણ જણાવતાના હતા જેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તપાસ કરતા માહીતી મળી આવેલ કે નજીકના જ ગામમાં માનસિક અસ્વસ્થ મહીલા માટેની શ્રી અમર સંસ્થા ગાંગેડીમાં આવેલ છે અને ત્યાં આ બાબતની પૂછપરછ કરતા જાણવા મળેલ કે મહીલા આજ સંસ્થાના આશ્રિત હોય અને બે દિવસ પહેલા જ કોઈને જાણ કર્યા વગર જ જતા રહ્યા હોય જેથી તેમને સંસ્થાનાં સંચાલકો અને કાર્યકર્તા દ્વારા શોધખોળ હાથ ધરી રહ્યા છે અને માનસિક અસ્વસ્થ હોવાને લીધે ત્યાંથી બે દિવસથી જ નીકળી ગયેલ હોવાથી આસપાસ ગામડાંમાં વાડી વિસ્તાર માં ભટકતા હતા. જેથી ત્યાં મહીલાને સાથે રાખી ફરીથી સંસ્થામાં પુન:સ્થાપન કરવતા સંસ્થાનાં સંચાલકો દ્વારા 181 અભિયમ ટીમની અને જાગૃત નાગરિકની કામગીરીને બિરદાવી આભાર વ્યકત કર્યો હતો.
મેંદરડા ગ્રામ્યમાં ભૂલી પડેલી માનસિક અસ્વસ્થ મહિલાની વ્હારે 181 અભયમ ટીમ
