માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી અને સંત કબીર રોડથી પ્રધુમન પાર્ક વિસ્તારમાં ફૂડ વિભાગનું ચેકિંગ
16 ધંધાર્થીઓને ત્યાં તપાસ, સ્થળ પરથી 12 નમુના લેવાયા અને 9ને લાઇસન્સ લેવા સૂચના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મનપાના ફૂડ વિભાગે માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી અને સંત કબીર રોડથી પ્રધુમન પાર્ક વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 16 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી સ્થળ પરથી 12 નમુના લેવાયા આવ્યા હતા અને 9ને લાઇસન્સ લેવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભગવતીપરા મેઈન રોડ પરના જય પ્રકાશનગર-1માં આવેલા ડી.કે.ગૃહ ઉદ્યોગની પેઢીમાંથી વેચાણ માટે સંગ્રહ કરેલા તેમજ મેન્યુફેકચર ડેટ, એક્સપાયરી ડેટ અને બેચ નંબર લખ્યા વગરના 175 કિલો વાસી ફ્રાયમ્સનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ફૂડ લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.
ફૂડ લાયસન્સ મેળવવા બાબતે મનોહર કોલ્ડ્રિંક્સ, શરણેશ્વર રેસ્ટોરન્ટ, શિવ ગાંઠિયા, અક્ષર ગાંઠિયા, મહિરાજ કાઠિયાવાડી, ત્રિલોક નાસ્તા સેન્ટર, વાસંગી ડેરી ફાર્મ, જય ખોડલ ડિલક્સ પાન અને ખેતલઆપા ટી સ્ટોલને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભગવતી સોડા શોપ, બજરંગ પાણીપુરી, ભેરુનાથ પાણીપુરી, બાલાજી પાન કોલ્ડ્રિંક્સ, શક્તિ સહયોગ પાન, સતિ સાગર કોલ્ડ્રિંક્સ અને સતી સાગર સેલ્સ એજન્સીમાં તાપસ હાથ ધરવામાં આવી હતી. તેમજ કાલાવડ રોડ પરના બી.એ.પી.એસ. સ્વામી નારાયણ મંદિર પાસે આવેલી મીઠાઈની દુકાનમાંથી મોહન થાળ અને મગસના લાડુ અને ઢેબર રોડ પરના સ્વામી નારાયણ ગુરુકુળ પાસે આવેલી મીઠાઈની દુકાનમાંથી મગસના લાડુ અને અડદિયાના નમૂના લેવામાં આવ્યા હતા.



