ગુજરાતીઓના હૃદય બાદ ફેફસાં પણ નબળાં પડી રહ્યાં છે !, વર્ષ 2020માં એક લાખની વસ્તીમાં 173 ટીબીના રોગી હતા
ખાસ-ખબર સંવાદદાતા
હાર્ટએટેકના બનાવો વચ્ચે ગુજરાતમાં હવે ફેફસાની બિમારીઓ પણ વધી રહ્યા છે. વધતા પ્રદુષણ અને યુવાનોમાં સામાન્ય થઈ રહેલા ધુમ્રપાન, ડ્રગ્સને કારણે માત્ર એક જ વર્ષના અંતરાલમાં ટીબી- ક્ષયના રોગીઓમાં 17%નો વધારો નોંધાયો છે. 2020માં ગુજરાતમાં એક લાખની વસ્તીઓ ટીબીના દર્દીઓની સંખ્યા 173 આસપાસ હતી જે છેલ્લે વર્ષ 2022માં વધીને 213 થઈ અને ચાલુ વર્ષે માત્ર 10 જ મહિનામાં એક લાખની વસ્તીએ 195 કેસ નોંધાયાનું ભારત સરકારે શુક્રવારે જાહેર કર્યુ હતુ.
ગુજરાતની તુલનાએ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ટીબીના દર્દીઓનું પ્રમાણ ઓછું છે. ગુજરાતમાં બદલાતી જીવનશૈલી, ઔદ્યોગિકકરણથી વધતા પ્રદૂષણથી ફેંફસાની બિમારી વધી રહી છે. લોકસભામાં ભારત સરકારે કહ્યું કે, ઠઇંઘએ વૈશ્વિક ક્ષયરોગ અહેવાલ- 2023માં ભારતમાં વર્ષ 2015માં એક લાખની વસ્તીએ ટીબીના રોગીઓની સંખ્યા 237 હતી તે વર્ષ 2022માં 16% ઘટીને 199 થઈ હતી. જે 16%નો ઘટાડો છે. ટીબીના રોગથી મૃત્યુદર પણ પ્રતિ લાખે 28% હતો તે ઘટીને 18% એટલે કે વર્ષ 2022માં 1 લાખ વ્યક્તિએ 23 થયો છે. રાજ્યમાં ટીબીના કુલ કેસોમાં 9 વર્ષમાં 40% દર્દીઓ વધ્યા છે.