નોટિફિકેશન બાદ ફાઈવ-ડે વીક, શનિવારે રજા
પહેલી નવેમ્બર 2022થી અમલી થનારા વધારાનો લાભ 7.5 લાખ પેન્શનરને પણ મળશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
’ભારતના આઠ લાખ બેન્ક કર્મચારીઓને પગારમાં 17 ટકા વધારો કરી આપવા સરકાર સહમત થઈ છે. ઇન્ડિયન બેન્ક એસોસિયેસન અને ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી યુનિયને વાર્ષિક 17 ટકાના વધારાને આજે સ્વીકારી લીધો છે. આ સાથે જ 7.5 પેન્શનર્સને પણ આ પગાર વધારાનો લાભ મળશે, એમ ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટ ચલમે જણાવ્યું હતું. નવેેમ્બર 2022ની પાછલી અસરથી આ પગાર વધારો લાગુ કરવામાાં આવ્યો છે. આ પગાર વધારાને કારણે રૃા. 8284 કરોડનો ખર્ચ બોજ જાહેર ક્ષેત્રની બેન્કો પર આવશે.
આ સાથે જ સરકાર સાથે થયેલી સમજૂતી મુજબ બેન્કો મહિનાના ચારેય શનિવાર બંધ પાળશે. શનિવારે પણ બેન્કમાં રજા આપવા અંગે સરકાર તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવે તે પછી તેનો અમલ થશે. તેમ જ બેન્કના વર્કિંગ અવર્સમાં પણ ફેરફાર થશે. આ ફેરફાર અંગે નોટિફિકેશનમાં જ જાહેરાત કરવામાં આવશે.
આઈબીએ, યુએફબીયુ, એઆબીઓએ, એઆઈબીએએસએમ અને બીકેએસએમ સહિતના તમામ બેન્ક કર્મચારીઓના એસોસિયેશને આ સમજૂતી કરાર પર સહીસિક્કા કર્યા છે. આ કરાર પ્રમાણેનું વેતન પહેલી નવેમ્બર 2022થી ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ ઇન્ડિયન બેન્ક એસોસિયેશનના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસ સુનિલ મહેતાએ જણાવ્યું હતું.મોંઘવારી ભથ્થાને 8088 પોઈન્ટ સાથે મર્જ કરી દઈને નવા વેતનદર નક્કી કરવામાં આવશે. પરિણામે તેનો પણ વધારાનો ખર્ચ બોજ બેન્ક પર આવશે. વેતન અંગે નવા કરવામાં આવેલા સમાધાન મુજબ મહિલા કર્મચારીઓ મેડિકલ સર્ટિફિકેટ આપ્યા વિના મહિનામાં એક દિવસ સીકલીવ-માંદગીની રજા લઈ શકશે. બેન્ક કર્મચારીઓને 255 પ્રીવિલેજ લીવના રોકડા નાણાં આપવાનું પણ નક્કી થયું છે. નિવૃત્તિ વખતે જ આ લાભ આપવામાં આવશે. તેમ જ ચાલુ સર્વિસે કોઈ કર્મચારીનું અવસાન થાય તો તેવા સંજોગોમાં તે કર્મચારીને આ લાભ આપવામાં આવશે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની જાહેર ક્ષેત્રની બેન્કો પેન્શન અને ફેમિલી પેન્શન ઉપરોંત માસિક એક્સગ્રેશિયા એમાઉન્ટ પણ ચૂકવશે.31મી ઓટોબર 2022ના પેન્શન ઉપાડનારા કે પેન્શનને પાત્ર બની ગયેલા અંદાજે 7.5 લાખ કર્મચારીઓના પરિવારને આ પગાર વધારાનો લાભ મળશે.