રાજકોટ શહેર SOGની એક વર્ષની ઉડી ને આંખે વળગે તેવી કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં એસઓજી એટલે કે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપએ વર્ષ 2023માં નોંધપાત્ર કામગીરી કરી છે. એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 17 કેસ કરી 20 આરોપીઓની સામે કાર્યવાહી કરી હતી. જેમાં મેફેડ્રોન, બ્રાઉન સુગર, એમ.ફેટામાઈન ડ્રગ્સ, ગાંજો અને કફ સીરપ મળી કુલ રૂા.52.23 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા, મુજબ એસઓજીએ એનડીપીએસ એક્ટ ઉપરાંત હથિયાર અંગે સાત કેસ કર્યા હતા. જેમાં દસ આરોપી સામે કાર્યવાહી કરી પાંચ તમંચા, બે પિસ્ટલ અને 32 કાર્ટીસ કબજે કર્યા હતાં.
જ્યારે નાસતા ફરતા 16 આરોપીઓને પણ ઝડપી પાડયા હતાં. વાહન ચોરીના ચાર ગુના ભેદ ઉકેલી 6 વાહન કબજે કરી ચાર આરોપી સામે કાર્યવાહી કરી હતી. તેમજ એક ઘરફોડ ને ચારીનો પણ ભેદ ઉકેલ્યો હતો. આ ઉપરાંત 28 જેટલા મોબાઇલ ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા હતા.
આ ઉપરાંત ભાડૂઆત અંગેના જાહેરનામાના ભંગ બદલ 160, પથીક સોફટવેરના જાહેરનામાના ભંગ બદલ ચાર, હદપારી ભંગના 32, ડ્રીન્ક એન્ડ ડ્રાઈવના 17 અને ઈ-સીગારેટના બે કેસો કર્યા હતા અને ડ્રગ્સ અવેરનેસ અંગે શહેરની અલગ-અલગ કોલેજો અને સ્કૂલોમાં તેમજ રેલી સ્વરૂપે 29 કાર્યક્રમ યોજ્યા હતા. જેમાં 6400 જેટલા છાત્રો જોડાયા હતાં.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જેસીપી વિધિ ચૌધરી, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી.બી. બસિયાની સૂચના અનુસાર જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ મિશન અંતર્ગત આ તમામ કામગીરી એસઓજી પીઆઈશ્રી જે. ડી. ઝાલા અને તેમની સમગ્ર ટીમે કરી હતી.