-2022માં જ 2.25 લાખ લોકોએ વિદેશી નાગરિકત્વ અપનાવ્યું
કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે રાજયસભામાં અપાયેલી માહિતી અનુસાર વર્ષ 2011થી અત્યાર સુધીમાં કુલ 16 લાખથી વધુ ભારતીયોએ પોતાની ‘ભારતીય નાગરિકતા’ છોડી દીધી છે. એમાંથી 2,25,620 ભારતીય એવા છે, જેમણે ગત વર્ષે એટલે 2022માં ભારતીય નાગરિકતા છોડી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે એક પ્રશ્ર્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે.
- Advertisement -
વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે 2015માં ભારતીય નાગરિકતા છોડનાર ભારતીયોની સંખ્યા 1,31,489 હતી, જયારે 2016માં 1,41,603 લોકોએ નાગરિકતા છોડી અને 2017માં 1,33,049 લોકોએ નાગરિકતા છોડી હતી. વિદેશ મંત્રીના કહેવા મુજબ 2018માં આ સંખ્યા 1,34,561 હતી. જયારે 2019માં 1,44,017, 2020માં 85,256 અને 2021માં 1,63,370 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી. જયારે 2022માં આ સંખ્યા 2,25,620 હતી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે વધુમાં કહ્યું કે 2011માં ભારતીય નાગરિકતા છોડનાર ભારતીયોની સંખ્યા 1,22,819 હતી, જયારે 2012માં 1,20,923, 2013માં 1,31,405 અને 2014માં 1,29,328 હતી. વર્ષ 2011 પછી ભારતીય નાગરિકતા છોડનાર ભારતીયોની કુલ સંખ્યા 16,63,440 છે.
એસ.જયશંકરે રાજયસભામાં વધુમાં કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ ભારતીય નાગરિકોએ સંયુકત અરબ અમીરાત નાગરિકતા પ્રાપ્ત કરી છે. આ સાથે એસ.જયશંકરે એ 135 દેશોની યાદી ઉપલબ્ધ કરાવી, જે દેશોના નાગરિકતા ભારતીયોએ હાંસલ કરી છે.