મોરબી જિલ્લામાં સરકારના બેટી પઢાવો સૂત્રની ફલશ્રુતિ: 4 તાલુકામાં ધોરણ 9માં 1724 કુમારની સામે 1967 ક્ધયાઓ પ્રવેશ મેળવશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2025 અન્વયે મોરબી જિલ્લાની શાળાઓમાં ધોરણ 1 અને 9 માં મળી કુલ 15,897 બાળકો શિક્ષિત બનવાની સફરના પ્રથમ પગથિયા પર અબને ઉચ્ચ અભ્યાસની સફર તરફ ઉમંગ અને ઉત્સાહ સાથે અનેક ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રવેશ અપાવાશે. ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2025 અંતર્ગત સમગ્ર રાજ્યમાં 26 થી 28 જૂન દરમિયાન તમામ આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને હોશે હોશે વધાવી તેમને શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ આપવા માટે ઉમંગ અને ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે મોરબી જિલ્લામાં ધોરણ 1 માં મોરબી તાલુકામાં 1765 કુમાર અને 1741 ક્ધયા મળી 3506 બાળકો, માળીયા તાલુકામાં 405 કુમાર અને 403 ક્ધયા મળી કુલ 808 બાળકો, ટંકારા તાલુકામાં 518 કુમાર અને 395 ક્ધયા મળી કુલ 913 બાળકો, વાંકાનેર તાલુકામાં 1507 કુમાર અને 1546 ક્ધયા મળી 3053 બાળકો અને હળવદ તાલુકામાં 1381 કુમાર અને 1290 ક્ધયા મળી 2671 બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં 5576 કુમાર તેમજ 5375 ક્ધયા મળી કુલ 10951 બાળકો ધોરણ 1 માં પ્રવેશ મેળવશે.
- Advertisement -
ધોરણ 9 માં મોરબી તાલુકામાં 793 કુમાર અને 462 ક્ધયા મળી 1255 બાળકો, માળીયા તાલુકામાં 368 કુમાર અને 420 ક્ધયા મળી કુલ 788 બાળકો, ટંકારા તાલુકામાં 299 કુમાર અને 368 ક્ધયા મળી કુલ 667 બાળકો, વાંકાનેર તાલુકામાં 533 કુમાર અને 622 ક્ધયા મળી 1155 બાળકો અને હળવદ તાલુકામાં 524 કુમાર અને 557 ક્ધયા મળી 1081 બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં 2517 કુમાર તેમજ 2429 ક્ધયા મળી કુલ 4946 બાળકો ધોરણ 9 માં પ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસની સફરમાં આગળ વધશે.



