6 જૂને મુખ્યમંત્રીના હસ્તે 97.48 કરોડના ખર્ચે 4 જૂથ યોજનાઓનું લોકાર્પણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
આગામી તા. 6 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના હસ્તે કુલ રૂ. 97.48 કરોડના ખર્ચે નવનિર્મિત ભડલી, મચ્છુ-1, મોવિયા અને પડધરી એમ 4 સુધારણા જૂથ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે. આ 4 જૂથ યોજનાઓ વિંછીયા, જસદણ, રાજકોટ, વાંકાનેર, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી, લોધિકા અને ધ્રોલ તાલુકાના 153 ગામો અને નગરોને આવરી લે છે. આ યોજનાઓ કાર્યરત થતાં 153 ગામના કુલ 4,40,544થી વધુ લોકોને પ્રતિ વ્યક્તિ દીઠ 100 લીટર પાણી નિયમિત આપી શકાશે.
- Advertisement -
પડધરી જૂથ સુધારણા યોજના: રાજકોટ, ધ્રોલ અને લોધિકા તાલુકાના 46 ગામો અને શહેરોની 1,11,114 માનવ વસ્તીને 100 એલ.પી.સી.ડી. પાણી પહોંચાડવા માટે ₹21.73 કરોડના ખર્ચે 30.52 કિ.મી. ડી.આઇ.કે. -7 તથા 45.98 કિ.મી.ની પીવીસી પાઇપલાઇન, વિવિધ હેડ વર્કસ ખાતે 5 થી 10 લાખ લિટર ક્ષમતા સુધીના રો-વોટર સંપ, 40 લાખ લિટર ક્ષમતાની ઇ.એસ.આર., વિવિધ ગ્રામ કક્ષાના સંપ અને પંપીંગ મશીનરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભડલી જૂથ સુધારણા યોજના: જસદણ અને વિંછીયા તાલુકાના 21 ગામો અને શહેરોની 69,499 વસ્તીને 100 એલ.પી.સી.ડી. પાણી પહોંચાડવા માટે ₹17.84 કરોડના ખર્ચે 22.83 કિ.મી. ડી.આઇ. તથા 57.71 કિ.મી.ની પીવીસી પાઇપલાઇન, 1 થી 5 લાખ લીટર ક્ષમતાના રો-વોટર સંપ, 5 લાખ લીટરનો ઈ.એસ.આર., પંપ હાઉસ અને પંપીંગ મશીનરી સહિતન વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મચ્છુ-1 જૂથ સુધારણા યોજના: રાજકોટ અને વાંકાનેર તાલુકાના 47 ગામોની 1,26,443 માનવ વસ્તીને 100 એલ.પી.સી.ડી. પાણી પૂરું પાડવા માટે 9.86 કિ.મી. ડી.આઇ.કે.-7 અને 88.150 કિ.મી. પી.વી.સી. પાઈપ લાઈન, વિવિધ હેડ વર્કસ ખાતે 4થી 13 લાખ લીટર ક્ષમતાના રો-વોટર સંપ, પંપ હાઉસ અને પંપીંગ મશીનરી સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
મોવિયા જૂથ સુધારણા યોજના: ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાના 39 ગામોની 1,33,488 ની વસ્તીને નિયત પાણીનો જથ્થો પહોંચાડવા માટે 49.49 કિ.મી. ડી.આઇ. પાઇપલાઇન અને 71.79 કિ.મી. પી.વી.સી. પાઇપલાઇન, વિવિધ હેડ વર્કસ ખાતે 1 થી 30 લાખ લીટર ક્ષમતાનો રો-વોટર સંપ, 15 લાખ લિટર ક્ષમતાની ઈ.એસ.આર., ગ્રામીણ સ્તરે વિવિધ સંપ, પંપ હાઉસ તથા પંપીંગ મશીનરીની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
આ યોજનાઓ દ્વારા ભડલી જૂથ યોજના હેઠળ દૈનિક 6.95 ખકઉ, મોવિયા જૂથ યોજના હેઠળ દૈનિક 13.50 ખકઉ, પડધરી યોજના હેઠળ દૈનિક 11.10 ખકઉ અને મચ્છુ-1 યોજના હેઠળ દૈનિક 12.64 ખકઉ પાણીની જરૂરિયાતોને સંતોષવામાં આવશે. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પિત થનાર પાણી પુરવઠા વિભાગ અંતર્ગતના આ પ્રકલ્પો થકી લાખો લોકોને પીવા અને ઘર વપરાશ માટે પાણીનો મહત્તમ અને પૂરતો જથ્થો ઝડપી પહોંચાડી શકાશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં “હર ઘર નલ” યોજના અંતર્ગત પ્રત્યેક ઘરને પાણી પહોંચાડવામાં આવ્યું છે. “સૌની યોજના”ના અમલથી રાજકોટ શહેરમાં પાણીની તંગી હવે ભૂતકાળ બની ગઈ છે. ત્યારે હવેથી રાજકોટ જિલ્લામાં 20 વિવિધ જૂથ યોજનાઓ દ્વારા જોડાયેલા ગામો અને શહેરોને નવી જૂથ યોજના હેઠળ આવરી લઈ પ્રતિ વ્યક્તિ દીઠ 100 લીટર પાણી નિયમિત મળે તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 6 જુનના રોજ 4 જૂથ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવનાર છે.



