આશરે 1000 વાહનોમાં કૃષિપાક યાર્ડમા ઠલવાયો હતો અને ખુલ્લામાં ઢગલા કરાયા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરકારે ટેકાના ભાવે મગફળી સહિત જણસીની ખરીદી શરુ કરી છે ત્યારે બીજી તરફ ખેડૂતો સાનુકૂળ હવામાનના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાડીમાં દિનપ્રતિદિન વધુને વધુ કૃષિપાક ઠાલવી રહ્યા છે. જેના પગલે રાજકોટ યાર્ડમાં રોજ 15થી 20 કરોડનું ટર્નઓવર થાય છે. યાર્ડના સૂત્રો અનુસાર સોયાબીન,અડદ,ઘઉં, ચણા,લસણ,મગ,કાળા તલ,સફેદ તલ, અને જીરૂ ની અંદાજે આવક નીચે મુજબ ની રહી. સોયાબીનની આવક 1900 મણ, અડદની આવક 11000 મણ, ઘઉંની આવક 5000 મણ, ચણાની આવક 7000 મણ, લસણની આવક 3400 મણ, મગની આવક 6000 મણ, સફેદ તલની આવક 8000 મણ, જીરુંની આવક 3000 મણ, કાળા તલની આવક 2500 મણ થઇ હતી. આ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરઓ સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. સિંગફાડા સહિત જણસીઓથી યાર્ડ ઉભરાયું હતું અને આ સાથે આટલો માલ વેચાણ પણ થતો રહે છે. આ કારણે ટેકાની ખરીદી છતાં ખેડૂતો યાર્ડમાં જણસી વધુ ઠાલવી રહ્યા છે. મગફળી સહિત તેલીબિયાની આવક, એટલે કે સપ્લાય વધી, માંગ ઓછી, ભાવ સ્થિર છતાં સિંગતેલના ઉંચા ભાવમાં સરકારી તંત્રની મુક મંજુરી હોય તે રીતે તંત્રના આંખ મિચામણા વચ્ચે આજે સિંગતેલમાં વધુ રૂા.40ના વધારા સાથે રૂમ. 2500-2550ના ભાવે સોદા પડયા હતા જ્યારે કપાસિયા સહિતના સાઈડ તેલો સ્થિર રહ્યા છે.



