ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી મનપા બન્યા બાદ દબાણ હટાવવા સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે દર બુધવારે દબાણ હટાવવામાં આવે છે જોકે આજે સફાઈ કામગીરીના ચેકિંગ દરમિયાન રસ્તા વચ્ચે દબાણો ધ્યાને આવતા તંત્રએ બુધવારની રાહ જોયા વિના સરકારી બુલડોઝર ફેરવી દઈને દબાણો દુર કર્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા સોમવારે સફાઈ ઝુંબેશ ચાલે છે અને આજે શહેરના રીલીફનગરમાં મ્યુનીસીપલ કમિશ્નરના સફાઈ નિરીક્ષણ અને નગરયાત્રા દરમિયાન દબાણો ધ્યાને આવ્યા હતા જેથી તાકીદે દબાણ હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી રીલીફનગરમાં રોડની વચ્ચે નડતરરૂપ 15 દબાણો દુર કરવામાં આવ્યા છે રસ્તા વચ્ચે નડતરરૂપ દબાણો અને બાંધકામ મંજુરી વગરના બાંધકામો પણ આગામી સમયમાં તોડી પાડવામાં આવશે તેમ પણ અધિકારીએ જણાવ્યું હતું.
મોરબીમાં રસ્તા વચ્ચે ખડકી દીધેલાં 15 દબાણો હટાવાયા
