ગુજરાત ડીજીપીએ 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું તે સ્થળનું નિરીક્ષણ કર્યું
ડ્રગ્સ પકડવામાં પોલીસને મદદ કરનાર ખારવા સમાજના અગ્રણીને પ્રશંસાપત્ર એનાયત
- Advertisement -
પોલિસની કામગીરીને બિરદાવતા DGP વિકાસ સહાય
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથના વેરાવળમાંથી તાજેતરમાં 250 કરોડના હેરોઈનનો જથ્થો પકડી પાડી પોલીસને મોટી સફળતા મળી છે.ત્યારે ગૃહ વિભાગ તરફથી પણ રૂ.15 લાખના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી.જેને લઇને રાજ્યના પોલીસવડા ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.આ તકે તેમણે સારી કામગીરી કરનાર અધિકારીઓ તેમજ પોલીસની મદદ કરનાર સ્થાનિક અગ્રણીઓને સન્માનિત કરી ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકને રોકડ પુરસ્કાર અર્પણ કરી કોસ્ટલ સિક્યોરિટીને લઇને અધિકારીઓ સાથે બેઠક કરી હતી.આ તકે અઝજના અધિકારીઓ પણ જોડાયા હતા.
રાજ્યના પોલીસવડા વિકાસ સહાય સોમનાથ મહાદેવના દર્શને આવી પહોંચ્યા હતા.ત્યાં મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ જિલ્લા પોલીસ ભવન ખાતે પહોંચતા તેમનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તેઓએ અધિકારીઓ સાથે બેઠક કરી અને તાજેતરમાં નળિયા ગોદી વિસ્તારમાંથી 250 કરોડથી વધુની રકમનો ડ્રગ્સ પકડી ઉત્તમ કામગીરી કરનાર ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા, એલસીબી પીઆઈ એમ.એન. રાણા એસઓજી પીઆઈ જે.એન.ગઢવી, પીએસઆઇ એ.બી.જાડેજા, એ.બી.વોરા, વી.કે.ઝાલા સહિતના અધિકારીઓને સન્માનિત કરી રાજ્યના ગૃહ વિભાગ તરફથી રૂ.15 લાખનું રોકડ પુરસ્કાર જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાને અર્પણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત ડ્રગ્સ પકડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર જાગૃત નાગરિક અને ખારવા સમાજના અગ્રણી જીતુભાઈ કુહાડાનું પણ પોલીસવડા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત અમરેલી જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ 11 જિલ્લાના 18 ગુન્હામાં વોન્ટેડ આરોપી ધીરેન કારીયા નામના ઇસમને પકડી પાડવા બદલ અમરેલી પોલીસવડા હિમકરસિંહ, એલસીબી પીઆઈ એ.એમ.પટેલ, એએસઆઇ મહેશ સરવૈયા,પો.હેડ કોન્સ. અજ્યકુમાર સોલંકી, તુષારભાઈ રામજીભા, પો.કોન્સ.ઉદયભાઈ ગોપાલભાઈ, ડ્રા.પો.કોન્સ. કેતનભાઈ નનકુભાઈ, હરેશભાઇ અરજણભાઈ સહિતનાઓને રાજ્યના વડા વિકાસ સહાયએ સન્માનિત કરી ગૃહવિભાગ વતી રૂ.5 લાખનું રોકડ પુરસ્કાર અમરેલી પોલીસવડાને અર્પણ કર્યું હતું.
સોમનાથ મંદિરપાસે ડીમોલેશન સ્થળ અને ડ્રગ્સ પકડાયું તે સ્થળની મુલાકાત લીધી
તાજેતરમાં સોમનાથ મંદિર આસપાસના વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર બાંધકામોનું પણ પડકરજનક ડેમોલેશન કરવામાં આવ્યુ હતું તે સ્થળની અને જે જગ્યાએથી 250 કરોડથી વધુ રકમનું ડ્રગ્સ પોલીસે પકડ્યું હતું તે સ્થળની પણ મુલાકાત રાજ્ય પોલીસવડાએ કરી હતી.
- Advertisement -
મોર્ડેનાઈઝેશન સર્વેમાં વર્ષ 2023માં નવાબંદર પોલીસ સ્ટેશને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
ભારતના ગૃહ ખાતાના મોર્ડેનાઈઝેશન ડિવિઝન દ્વારા દ્વારા વર્ષ 2023માં ઉત્તમ પોલીસ સ્ટેશનના સર્વેમાં કુલ 77 પોલીસ સ્ટેશનની પસંદગી કરવામાં આવી જેમાં ગીર સોમનાથ જિલ્લાનું નવાબંદર પોલીસ સ્ટેશન ઉતમ પોલીસ સ્ટેશનના માપદંડોમાં ભારતમાં 11માં અને ગુજરાતમાં પ્રથમ ક્રમે આવતા તત્કાલીન પીએસઆઈ એ.બી.વોરાને પણ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.