સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત ઝુંબેશ હાથ ધરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 15થી તા. 29 દરમિયાન સ્વચ્છતા પખવાડિયું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો, હોકર્સ ઝોન અને શાક માર્કેટ, ફ્લાયઓવર અને અંડરબ્રીજ, ન્યુસન્સ પોઈન્ટ, પબ્લિક પ્લેસ પ્રોમીનેંટ એરિયાની સફાઈ, કોમ્યુનિટી તથા પબ્લીક ટોયલેટની સફાઈ, આંગણવાડીની સફાઈ (આસપાસની સફાઈ), આરોગ્ય કેન્દ્રની સફાઈ (આસપાસની સફાઈ) સહીત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – 2021 અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આજરોજ ત્રણેય ઝોનમાંથી કુલ 71 આસામીઓ પાસેથી 15 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂા. 24550નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. વેસ્ટ ઝોનમાં રૈયા રોડ ખાતે નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તની કામગીરીમાં જોડાયા હતા.
સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટિકનું વેચાણ કરતાં 23 આસામીઓ પાસેથી 2 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂા. 6600, વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 29 આસામીઓ પાસેથી 11.5 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂા. 13000, ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 19 આસામીઓ પાસેથી 2 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂા. 4950નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવી હતી.